પંચમહાલ જિલ્લાનું ધોરણ-10નું પરિણામ જાહેર: કાલોલ કેન્દ્ર 93.27% સાથે જિલ્લામાં પ્રથમ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાયેલી ધોરણ-10 (SSC) પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું કુલ પરિણામ 76.42 ટકા રહ્યું છે.

આ વર્ષે જિલ્લાના પરિણામમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષે જિલ્લાનું પરિણામ 73.60 ટકા હતું, જેની સામે આ વર્ષે 2.82 ટકાનો વધારો નોંધાયો છે.

કાલોલ કેન્દ્ર જિલ્લામાં અવ્વલ

જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં કાલોલ કેન્દ્ર 93.27 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે ખોજલવાસા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 48.48 ટકા નોંધાયું છે.

22 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

આ વર્ષે જિલ્લામાં કુલ 23,039 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 22,431 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. કુલ 17,141 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને તેઓ Qualifying Certificate માટે પાત્ર બન્યા છે.

A1 ગ્રેડમાં નોંધપાત્ર વધારો

આ વર્ષે જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 350 રહી છે, જ્યારે ગત વર્ષે આ સંખ્યા 229 હતી. એટલે કે A1 ગ્રેડમાં 121 વિદ્યાર્થીઓનો વધારો નોંધાયો છે.

ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ નોંધાઈ છે:

  • A1 ગ્રેડ – 350
  • A2 ગ્રેડ – 1301
  • B1 ગ્રેડ – 2581
  • B2 ગ્રેડ – 4245
  • C1 ગ્રેડ – 5054
  • C2 ગ્રેડ – 3325
  • D ગ્રેડ – 283
  • E1 ગ્રેડ – 2672
  • E2 ગ્રેડ – 2618

શિક્ષણની ગુણવત્તામાં સુધારો

E1 અને E2 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતા શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

100% પરિણામ ધરાવતી શાળાઓમાં વધારો

આ વર્ષે જિલ્લામાં 100 ટકા પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા 26 રહી છે, જે ગત વર્ષની તુલનાએ 4 શાળાઓ વધુ છે. ઉપરાંત 0 ટકા પરિણામ અને 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.

જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રમાં આ પરિણામને સકારાત્મક અને પ્રગતિશીલ માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-