નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી: નસવાડી ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ વણકરની સંખેડા ખાતે બદલી થતા વન વિભાગના કર્મચારીઓ તેમજ ગ્રામજનોએ તેમને ભાવભીની અને યાદગાર વિદાય આપી હતી.
રાકેશભાઈ વણકરે પોતાના કાર્યકાળ દરમિયાન નિષ્ઠા અને જવાબદારી સાથે ફરજ બજાવી હતી. વન સંરક્ષણ, વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ જેવા ક્ષેત્રોમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, જેના કારણે તેઓ સહકર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ખૂબ લોકપ્રિય રહ્યા હતા.
વિદાય સમારોહ દરમિયાન સહકર્મચારીઓ અને ગ્રામજનોએ તેમને ફૂલોના હાર પહેરાવી, મીઠાઈ ખવડાવી તેમજ શ્રીફળ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમના કાર્યની પ્રશંસા કરી અને નવા કાર્યસ્થળે વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વિદાય સમારોહમાં વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સૌએ મળીને રાકેશભાઈ વણકરને ભાવપૂર્વક વિદાય આપી હતી.