મોડાસા પ્રાંત અધિકારી દ્વારા શામળાજી અને ભિલોડા તાલુકાની ગ્રામ પંચાયતોના સામાન્ય દફતરની તપાસણી કરાઈ

ગોધરા, પંચમહાલ (નવાઝ શેખ):-

Kalam Ki Sarkar News / Aravalli: મોડાસા પ્રાંત અધિકારીશ્રી દ્વારા શામળાજી અને ભિલોડા તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતો ખાતે ગામના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી હતી.

આ તપાસણી અંતર્ગત શામળાજી તાલુકાની કાગડા મહુડા ગ્રામ પંચાયત ખાતે કુડોલ દહેગામડા ગામના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી હતી.

તે ઉપરાંત ભિલોડા તાલુકાની ઝીંઝુડી ગ્રામ પંચાયત ખાતે ઝીંઝુડી ગામના સામાન્ય દફતરની, ટોરડા ગ્રામ પંચાયત ખાતે બાવલિયા ટોરડા ગામના સામાન્ય દફતરની તેમજ મઉ ગ્રામ પંચાયત ખાતે આકોડીયા ગામના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી હતી.

આ દરમિયાન ગામોના સામાન્ય દફતરમાં ઉપલબ્ધ રેકર્ડની ચકાસણી કરવામાં આવી હતી તેમજ રેકર્ડને અદ્યતન કરવા માટે સંબંધિતોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



આ પણ વાંચો :-