ફતેપુરાના મોટી ચારેલી ગામે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારાએ આદિવાસી પરિવાર સાથે લીધું સ્નેહભોજન

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

Kalam Ki Sarkar News / Dahod / Fatepura: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી ચારેલી ગામની મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમેશભાઈ કટારા સ્થાનિક આદિવાસી પરિવાર પારગી ગોવિંદભાઈ સોહમભાઈના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારજનો સાથે આત્મીયતાપૂર્વક સ્નેહભોજન લીધું હતું.

આ પ્રસંગે પારગી પરિવાર દ્વારા બંને મંત્રીશ્રીઓનું પરંપરાગત રીતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા મંત્રીશ્રીઓને મકાઈના રોટલા, ચણાની ભાજી, રોટલી, ફુલાવર-વટાણાનું શાક, દાળ-ભાત અને શીરો સહિતનું પારંપરિક ભોજન પીરસવામાં આવ્યું હતું.

મંત્રીશ્રીઓએ પરિવારના સભ્યો સાથે હળવાશભર્યા વાતાવરણમાં બેસીને ભોજનનો સ્વાદ માણ્યો હતો. આ દરમિયાન પરિવારજનો સાથે આત્મીય સંવાદ કરી પરિવારના વ્યવસાય અને રોજગાર અંગે પણ ચર્ચા કરી હતી.



આ પણ વાંચો :-