લુણાવાડાના નંદન આર્કેડ–કુંડાળ માર્ગની બિસ્માર હાલતથી લોકોમાં રોષ: અકસ્માતના ભય વચ્ચે તંત્ર સામે ઉઠ્યા સવાલ…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

તૂટેલી લોખંડની એંગલ અને પાણી ભરાતા વાહનચાલકો જોખમમાં, સ્થાનિકોનો તાત્કાલિક સમારકામની માંગ સાથે આક્રોશ

લુણાવાડા: મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં નંદન આર્કેડથી કુંડાળ તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર અનેક સ્થળોએ પાણી ભરાઈ રહે છે, જ્યારે ગટર લાઇન પર મૂકવામાં આવેલી લોખંડની એંગલ તૂટેલી હાલતમાં હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું ગંભીર જોખમ ઊભું થયું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તાની ખરાબ હાલતને કારણે રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તૂટેલી લોખંડની એંગલમાં કોઈ વાહનચાલક કે રાહદારી અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.



આ પણ વાંચો :-