લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી(IPS),પંચમહાલ-ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક સફિન હસન(IPS) મહિસાગર જીલ્લાનાઓની, જીલ્લા વિસ્તારમાં વણશોધાયેલા મિલ્કત સંબંધી ગુન્હાઓ ડિટેકટ કરવા માટે અસરકારક કામગીરી કરવા, ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો તથા ટેકનીકલનો વધુમા વધુ ઉપયોગ કરી ગુન્હાઓ ઉકેલવા સારૂ જરૂરી સુચના આધારે અને કમલેશ વસાવા નાયબ પોલીસ અધીક્ષક લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જે.એસ.વળવી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલ્કત સંબંધી ગુના તથા ચોરીના આરોપીને શોધી કાઢવા સારુ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ નાઓને સુચનાના આધારે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ. રજી.નં-૧૧૧૮૭૦૦૬૨૬૦૦૫૨/૨૦૨૬ બી.એન.એસ કલમ.૩૦૨(૨) મુજબના ગુન્હાના કામે પકડાયેલ આરોપી નામે રાજુભાઇ સ/ઓફ મગનભાઈ બાવચંદભાઈ વાદી ઉ.વ-૨૦ રહે આંબા-ડોળી તા-સંતરામપુર જી-મહીસાગર ને સદર ગુન્હાના કામે વધુમા પુછપરછ કરતા આજથી છ એક મહીના પહેલા સાણંદ બસસ્ટેન્ડમાથી એક મો.સા ચોરી કરેલ અને જે ચોરી કરેલ મોસા લઇ લુણાવાડા ખાતે બીજી ચોરી કરવા સારૂ લુણાવાડા ચારકોશીયા નાકા આગળ આવેલ રાજસ્થાન દાલબાટી પાછળ કંમ્પાઉન્ડ દીવાલની બાજુમા મોસા ઉભુ રાખી થોડે દુર ચાલી એક એપાર્મેન્ટની નીચે પાર્ક કરેલ ઇકો ગાડીનો દરવાજો ખોલી બાઇકની ચાવીથી ઇકો ગાડી ચાલુ કરી ચોરી કરી લઇ ગયેલ હોવાનું કબુલ કરતો હોય અને ઉપરોક્ત ગુન્હાના કામે વાપરેલ મોટર સાઇકલ અગાઉ ચોરી કરેલાનુ કબુલતો હોય જે જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો જઇ મોસા લઇ આવેલ જે મો.સા નો રજી ને જોતા-GJ-23DQ-2472 છે જે બાબતે સાણંદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૨૦૫૦૨૫૦૩૦૭/૨૦૨૫ BNS કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ કરવામા આવેલ હોય જે ગુન્હો શોધી કાઢવામાં આવેલ છે.