ફતેપુરામાં રક્ષાબંધન અને ઈદે મિલાદને લઈને પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ…

ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

ફતેપુરા: દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં રક્ષાબંધન અને ઈદે મિલાદના તહેવારોને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક PI પી.એ. જાડેજાના અધ્યક્ષસ્થાને તેમજ PSI આર.વી. રાઠોડની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

બેઠક દરમિયાન ફતેપુરા નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવવા માટે ઉપસ્થિત આગેવાનોને અપીલ કરવામાં આવી હતી.

તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પરસ્પર સૌહાર્દ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સૌને સહકાર આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વારા પણ શાંતિ અને એકતાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરવા માટે જરૂરી સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી.



આ પણ વાંચો :-