શહેરા તાલુકાના નાંદરવા ગામેથી ચોરીની બાઈક સાથે એક શખ્સની LCB દ્વારા ધરપકડ

તસ્વીર

શહેરા(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના નાંદરવા ગામેથી ચોરીની બાઈક સાથે એક શખ્સની એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી અમદાવાદથી ચોરાયેલ બાઈકનો ભેદ ઉકેલ્યો પંચમહાલ એલ.બી.સી. પોલીસને બાતમી મળી હતી કે શહેરા તાલુકાના નાંદરવા ગામના ડાંગરિયા ફળિયામાં રહેતા રમેશ ખાતું વણઝારા કોઈક જગ્યાએથી શંકાસ્પદ હાલતમાં એક મોટર સાયકલ લઈ આવી તેના ઘરે સંતાડી રાખી તેને સગેવગે કરવાની પેરવીમાં છે અંગેની બાતમીના આધારે પંચમહાલ એલ.સી.બી. ની ટીમે રમેશ વણઝારાના ઘરે તપાસ કરતા એક નંબર વગરની કાળા કલરની સપલેન્ડર પ્લસ મોટર સાયકલ મળી આવતા રમેશની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહિ મળતા કોઈક જગ્યાએ થી ચોરેલ હોવાની શંકા જણાતા પોલીસે વધુ તપાસ હાથ ધરતા આ મોટર સાયકલ અમદાવાદ ખાતેથી ચોરાયેલ હોવાનું બહાર આવ્યું હતું. આ મોટર નાંદરવા ગામના રમેશ વણઝારા તેમજ કવાલી ગામના રણછોડ વણઝારા આ બંનેએ ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here