સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્ણ વર્તન અંગે જનતા માટે અપીલ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

હાલમાં યુએસ, ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નસવાડી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ દ્વારા નાગરિકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ખોટી, અફવાહજનક અથવા ભ્રામક પોસ્ટ શેર કરવી નહીં. કોઈપણ ઉશ્કેરણીજનક પોસ્ટ, મેસેજ, વીડિયો અથવા કોમેન્ટ જોવા મળે તો તેમાં ભાવનાત્મક પ્રતિક્રિયા આપવી નહીં. આવા સંદેશાઓને આગળ ફેલાવવાના બદલે તરત જ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. સમાજમાં શાંતિ, એકતા અને કાયદો-સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે જવાબદારીપૂર્વક વર્તવું. અફવાઓ અને ભડકાઉ સામગ્રી સમાજમાં તણાવ ઊભો કરી શકે છે. તેથી દરેક નાગરિકે સતર્ક રહી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપવો.નસવાડી પોલીસ આપ સૌને અપીલ કરે છે કે કોઈપણ શંકાસ્પદ અથવા ઉશ્કેરણીજનક ઓનલાઇન પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરો