કાલોલ તાલુકાના ૧૨૫ ખેડૂતોએ વેજલપુર KVK ખાતે લીધી પ્રાકૃતિક ખેતીની સઘન તાલીમ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ:-

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પંચમહાલના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ૫ મુખ્ય આયામોની અપાઈ સમજ…

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ’ યોજના અંતર્ગત કાલોલ તાલુકાના સાતમણા ક્લસ્ટરના ૧૨૫ સ્વયં પ્રેરિત ખેડૂતો માટે જિલ્લા કક્ષાની પ્રાકૃતિક કૃષિ તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ આત્મા પ્રોજેક્ટ, પંચમહાલના પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી ભાવિન મહેતાના કુશળ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલીમ દરમિયાન નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાંચ આયામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમાં જીવામૃત અને બીજામૃત,ઘન જીવામૃત,આચ્છાદન (Mulching),મિશ્ર પાક પદ્ધતિ,સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

પ્રાકૃતિક ખેતી ઉપરાંત, ખેડૂતોને આધુનિક ખેતી સાથે જોડવા માટે ફાર્મર રજિસ્ટ્રી, મિલેટ યોજના, અને PMDDKY યોજના જેવી ખેડૂતલક્ષી યોજનાઓ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોની ઉપસ્થિતિ અને પરિવહન વ્યવસ્થાનું સફળ આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ખેતી મદદનીશ શ્રી કિરીટભાઈ પરમાર અને શ્રી કિરણભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ આ તાલીમ દ્વારા આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.

આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના વડા ડૉ. કનકલત્તા, પાક સંરક્ષણ નિષ્ણાંત ડૉ. શક્તિ ખજૂરીઆ, વિસ્તરણ શિક્ષણના નિષ્ણાંત ડૉ. જયપાલ જાદવ અને પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી ભાવિન મહેતાએ હાજર રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો :-