ફતેપુરા, (દાહોદ ) આઝાદ મન્સુરી :-

Kalam Ki Sarkar News / Mahisagar Human Rights Foundation: મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ફાઉન્ડેશન, ગુજરાત રાજ્યના પ્રમુખ જાકીર પીરજાદાના નેતૃત્વ હેઠળ ફાઉન્ડેશનના પદાધિકારીઓ તેમજ મહિલા સેલની બહેનો દ્વારા તા. 7 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 કલાકે ડેપ્યુટી કલેક્ટરશ્રી મકવાણા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.
માનવ અધિકારો સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા
મુલાકાત દરમિયાન માનવ અધિકારો સાથે સંકળાયેલા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને શિક્ષણ, ખેડૂતોના પ્રશ્નો, મહિલાઓના અધિકારો તેમજ સમાજના વિવિધ વર્ગોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જનહિત અને માનવ અધિકારોના રક્ષણ અંગે કામગીરીની ચર્ચા
આ ઉપરાંત, ફાઉન્ડેશન દ્વારા જનહિત અને માનવ અધિકારોના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરી અંગે પણ ડે.કલેક્ટરશ્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રી મકવાણા સાહેબે ફાઉન્ડેશનના તમામ પદાધિકારીઓ તથા મહિલા સેલની બહેનો સાથે સન્માનજનક અને હકારાત્મક અભિગમ સાથે મુલાકાત કરી હતી.
ફાઉન્ડેશનની ટીમે ડે.કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો
આ શુભેચ્છા મુલાકાત બદલ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર ફાઉન્ડેશન, ગુજરાત રાજ્યના પ્રમુખ જાકીર પીરજાદા તથા સમગ્ર ટીમ દ્વારા ડે.કલેક્ટરશ્રી મકવાણા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
