27 વર્ષના લગ્નજીવન બાદ વિજય-સંગીતા વચ્ચે છૂટાછેડાની ચર્ચા, અફેરની અટકળોએ વધારી ચર્ચા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

તમિલ સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજય હાલ માત્ર તેમની રાજકીય પ્રવૃત્તિઓ માટે જ નહીં, પરંતુ તેમના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. માહિતી અનુસાર, વિજય અને તેમની પત્ની સંગીતા સોરનલિંગમ વચ્ચે 27 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલો હાલ કોર્ટમાં હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે ફેન્સમાં આશ્ચર્ય ફેલાયું છે.

લગ્નજીવનમાં તણાવ અને આક્ષેપો

અહેવાલો મુજબ, સંગીતાએ છૂટાછેડાની અરજી સાથે વિજય પર માનસિક ત્રાસ અને લગ્નેતર સંબંધોના આક્ષેપો કર્યા હોવાની માહિતી સામે આવી છે. વર્ષ 1999માં લગ્ન કરનાર આ દંપતીને બે સંતાનો છે. લાંબા સમય સુધી મજબૂત માનવામાં આવતું આ સંબંધ હવે વિખૂટું પડવાની કગાર પર હોવાનું કહેવાઈ રહ્યું છે.

ફેનથી જીવનસાથી સુધીની સફર

વિજય અને સંગીતાની લવ સ્ટોરી ખૂબ જ અનોખી રહી છે. સંગીતા યુકેમાં વસતા એક તમિલ ઉદ્યોગપતિની પુત્રી હતી અને વિજયની મોટી ફેન હતી. 1996માં આવેલી ફિલ્મ ‘પૂવે ઉનક્કગા’ બાદ તે વિજયને મળવા ભારત આવી હતી. પ્રથમ મુલાકાત પછી બંને વચ્ચે નજીકતા વધતી ગઈ અને 3 વર્ષ બાદ બંનેએ લગ્ન કર્યા હતા.

અભિનેત્રી સાથે જોડાઈ રહેલી અટકળો

આ વિવાદ વચ્ચે અભિનેત્રી તૃષા કૃષ્ણનનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિજય અને તૃષા વચ્ચેના સંબંધોને કારણે દંપતી વચ્ચે અંતર વધ્યું. બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જોકે, આ સંબંધોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

રાજકીય પ્રવેશ વચ્ચે વધતી ચર્ચા

વિજય હાલમાં રાજકારણમાં સક્રિય બનતા દેખાઈ રહ્યા છે, જેના કારણે તેમનું અંગત જીવન પણ વધુ ચર્ચામાં આવ્યું છે. કેટલાક વર્તુળોમાં એવી પણ અટકળો છે કે ભવિષ્યમાં તેમના અંગત જીવનમાં મોટા ફેરફાર જોવા મળી શકે, જોકે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :-