હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

અવાર નવાર રજુવતો કરીએ છતાં પત્થર પર પાણી રેડો ને કોરું ને કોરું હાલોલ ના બાસ્કા ગામ ખાતે હાલોલ ટોલનાકાના થી નીકળતા અને હાલોલ વડોદરા ને જોડતા રોડ ઉપર પંચાયત ઓફિસ ની સામે ભયજનક ખાડા પડી જવા પામ્યા છે જેનું આખો ચોમાસુ વીતી જતા પણ કોઈજ સમાર કામ કરવા માં આવ્યું નથી અહીંયા થી પસાર થતા નાના મોટા અને ભારદાર વાહનો ને ભારે તકલીફો વેઠવી પડતી હોય છે, વધુમાં આ ખડા કમર ના દુખાવા સમાન છે કારણ કે અત્રે થી જી કોઈ હાર્ટ એટેક ના દર્દી ને લઇ જવા માં આવે તો તે આ જગ્યાએ આવીને સીધો પરલોક સિદ્ધારી જાય. આ અંગે વરે ઘડીએ રજૂઆતો કરતા તાજપુરા રોડ ઉપર ઓશીકાં પાથરી દેવામાં આવ્યા છે જ્યારે વડોદરા રોડ ઉપર પડેલા ખાડા ઓ માં નજર પણ નાખતા નથી બાસ્કા ગામ માં એક તો વીજળી ની અને બીજી રોડ ની સમસ્યા ક્યારે ઉકેલાશે ખરી? તેવું બાસ્કા ની આમ પ્રજા માં ચર્ચાઈ રહ્યું છે.