હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

હાલોલ તાલુકા ના બાસ્કા ખાતે તા:૧૪/૦૯/૨૦૨૪ ને શનિવાર ના રોજ સાંજે ૭.૦૦ કલાકે ડિ. વાય.એસ.પી. તથા પી.આઇ જાડેજા પોતાના પોલીસ બટાલિયન સાથે ઘસી આવ્યા હતા અને જ્યાં એકજ ગામ માં બે કોમ ના લોકો વસેલા હોય અને એક તરફ મુસ્લિમો ના ઇદે મિલાદ નો તહેવાર અને બીજી તરફ હિન્દુ સમાજ ના ગણેશ વિસર્જન નો તહેવાર એક સાથે આવતા હોવાથી બાસ્કા ગામ ખાતે મેન બજાર માં રહી ને જનતા કોલોની અને ત્યાંથી બાસ્કા ના ગલી કુંચા માં જઈને હાલોલ રૂરલ પોલીસ તથા તાલુકા ના ડી. વાય.એસ.પી સાથે આવી ને ફ્લેગ માર્ચ કરી ને આખા ગામનું ગસ્ત લગાવેલ તેઓની કામગીરી કે જેથી પ્રજા માં ભાઈચારો અને શાંતિ સુમેળ રહે તેવા હેતુ થી ખડેપગ રહી ને બાસ્કા ખાતે છેલ્લા 3 દિવસ થી ગામ બાસ્કા ના પ્રજાજનો માટે અચૂક હાજરી આપી ને અને કોઈ અગમ્ય બનાવ ના બને તેવા હેતુ થી પ્રજાનો મન ગદ ગદ કરાવ્યું હતું.