ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

દાહોદ: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વીંઝોલ (ગોધરા) દ્વારા તાજેતરમાં સુનિલ સલાણીયાને અર્થશાસ્ત્ર વિષયમાં *ડોક્ટરેટ (પી.એચ.ડી.)*ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમના સંશોધન કાર્યને યુનિવર્સિટીએ માન્યતા આપતા આ સન્માન આપવામાં આવ્યું છે.
વિગતો મુજબ, શ્રી કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદના પ્રોફેસર ડૉ. એમ.જી. શેખના માર્ગદર્શન હેઠળ સુનિલ સલાણીયાએ “છેલ્લા બે દાયકામાં દાહોદ જિલ્લાના સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના (MSME) ઉદ્યોગોનો વિકાસ અને તેના કામદારોની આર્થિક-સામાજિક સ્થિતિનો એક અભ્યાસ” વિષય પર મહાશોધનિબંધ તૈયાર કરીને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો.
યુનિવર્સિટીએ તેમના સંશોધન કાર્યને સંતોષકારક ગણાવી તેને માન્યતા આપી અને તેમને અર્થશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ડૉ. સુનિલ સલાણીયા હાલમાં કાયદા ક્ષેત્રે પણ સંશોધન કાર્ય કરી રહ્યા છે અને ટૂંક સમયમાં કાયદા વિષયમાં પણ મહાશોધનિબંધ રજૂ કરીને વધુ એક ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરવાની તૈયારીમાં છે.
આ સિદ્ધિથી તેમણે પોતાના ગામ કારથ, સમગ્ર સમાજ તેમજ દાહોદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમના આ શૈક્ષણિક સફળતા બદલ વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
