એસ વી એસ કક્ષાનો કલા ઉત્સવ સંખેડા શ્રી ડીબી પારેખ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે એસવીએસ કક્ષાનો કલાઉત્સવ શ્રી.ડી.બી. પારેખ સાર્વજનિક હાઇસ્કુલ- સંખેડા ખાતે યોજાયો હતો. જેમાં શ્રીમતી એસ. બી. સોલંકી વિદ્યામંદિર નસવાડી શાળામાંથી ત્રણ વિદ્યાર્થીઓએ ગાયન અને ચિત્રકલામાં ભાગ લીધો હતો. જેમાં ચિત્રકલા વિભાગમાં તડવી આરતી વિક્રમભાઈ પ્રથમ ક્રમે. તેમજ ગાયન વિભાગમાં.માધ્યમિક વિભાગમા કુરેશી ઉઝમાબાનુ મહમદઝુબેર દ્વિતીય ક્રમે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નાયકા અલ્પેશ આર. દ્વિતીય ક્રમે આવ્યા છે ત્રણેય વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તેમજ રોકડ ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.