લુણાવાડા મુસ્લિમ કબ્રસ્તાનમાં વિકાસને વેગ: 130 મીટર RCC રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત…

લુણાવાડા, (મહીસાગર) આસીફ શેખ :-

સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યનો પ્રારંભ; અવરજવર વધુ સુવિધાજનક બનશે

લુણાવાડા: લુણાવાડા શહેરના મુસ્લિમ કોમ કબ્રસ્તાન ખાતે 130 મીટર લાંબા RCC રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું. કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો, મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓ તેમજ કબ્રસ્તાન કમિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી મહીસાગર જિલ્લાના મહામંત્રી ચિંતનભાઈ પટેલ, મહીસાગર જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્તાફભાઈ કાજી, લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડૉ. કીર્તિભાઈ પટેલ, ઉપપ્રમુખ દિનેશભાઈ ડામોર, કોર્પોરેટર જીગરભાઈ પંડ્યા, મુનાલ મકવાણા, સબીનાબીબી મુદ્દસરખાન પઠાણ, જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી અબ્દુલ રહીમ શેખ, તેમજ જાબાજખાન, સીરીન ખાન, અલીભાઈ, યુસુફભાઈ, સાહિલભાઈ, હકીમભાઈ, નગર લઘુમતી મોરચાના પ્રમુખ મોહમ્મદભાઈ મિર્ઝા, મહામંત્રી સલીમભાઈ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો અને કબ્રસ્તાન કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે RCC રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ માર્ગ તૈયાર થતાં કબ્રસ્તાનમાં આવનારા લોકો માટે અવરજવર વધુ સરળ, સુરક્ષિત અને સુવિધાજનક બનશે, જેના કારણે લાંબા સમયથી અનુભવાતી મુશ્કેલીનો ઉકેલ આવશે.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે વિકાસલક્ષી કાર્યો દ્વારા સમાજના દરેક વર્ગ સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમના અંતે મુસ્લિમ સમાજના આગેવાનો અને કબ્રસ્તાન કમિટીના સભ્યોએ વિકાસ કાર્ય બદલ આનંદ વ્યક્ત કરી સંબંધિત તમામનો આભાર માન્યો.



આ પણ વાંચો :-