શહેરા સંસ્કાર પ્રાથમિક શાળામાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

શહેરા. (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા સંસ્કાર પ્રાથમિક શાળા માં વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું. સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર પ્રાથમિક શાળા ખાતે ‘શિક્ષણ એ જ શ્રેષ્ઠ’ વિષય અંતર્ગત ધો-૬ થી ૮ ના વિદ્યાર્થીઓની ‘વાલી મીટિંગ ‘ યોજાઈ હતી. જેમાં દરેક શિક્ષકે વાલીઓ સાથે પ્રત્યક્ષ પરિસંવાદ કરી વિદ્યાર્થીની શિક્ષણ પ્રત્યેની રુચિ, અભ્યાસમાં નિયમિતતા, આરોગ્યપ્રદટેવો, પોષણયુક્ત આહાર, વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિઓ, અભ્યાસ અંગે જિજ્ઞાસાવૃત્તિ વગેરે વિશે સઘન ચર્ચા કરી વાલીઓને માહિતગાર કર્યા હતા.
વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આમ આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી વાલી મીટિંગનું સુચારુ આયોજન થવા બદલ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ મંડળે સમગ્ર સ્ટાફ મિત્રોને અભિનંદન પણ પાઠવ્યા હતા.
કસ્બા પંચ નાં પ્રમુખ સિકંદર ભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે સંસ્કાર પ્રાથમિક શાળા ,શહેરા ખાતે મુખ્યમંત્રી જ્ઞાન સાધન સ્કોલરશિપ પરીક્ષા અંતર્ગત ધોરણ -8 ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓ અને ધોરણ-8 ના બાળકો શિક્ષકો અને મુસ્લિમ કસ્બા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તારીખ 04/04/2026 શનિવાર ના રોજ યોજાનાર પરીક્ષા વિશેના સેમિનારમાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ને પરીક્ષા વિશેનું સંપુર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.