હિંદુ મુસ્લિમ સમાજના તહેવાર નિમિત્તે પવિત્ર યાત્રાધામ સમા પાલીતાણામાં વહેતી ગંદા પાણીની ગટરો

મોરબી, આરીફ દીવાન :-

ભાવનગર જિલ્લાના પાલીતાણા એટલે પવિત્ર યાત્રાધામની ઓળખ પૂરી પાડે છે એવા પવિત્ર ધામ સમા પાલીતાણામાં હાલ મુસ્લિમ સમાજના રમજાન અને હિન્દુ સમાજના વિવિધ ધાર્મિક કાર્યક્રમો શ્રી રામ જન્મ જયંતી ત્યારબાદ શ્રી હનુમાન જન્મ જયંતિ અને આજે વિશ્વ હેલ્થ આરોગ્ય સ્વાસ્થ્ય દિન નિમિત્તે જ લોકોને આરોગ્યનો ખતરો જન્મે તેવી સ્થિતિમાં પવિત્ર ધામ સમા પાલીતાણામાં જાહેર માર્ગો પર ગટરના પાણી તલાવડાની માફક ફરી વળ્યા છે જેથી સ્થાનિક લોકોમાં તંત્ર સમક્ષ રોસ ની લાગણી જન્મી છે સોનો સાથ સૌનો વિકાસ એવી ભરોસાની ભાજપ સરકારના શાસનકાળમાં મતદાર પ્રજાને ભરોસો જાળવી રાખવામાં તંત્ર નિષ્ફળ રહેતું હોય તેવું દ્રશ્ય પવિત્ર ધામ એવા પાલીતાણા માં સ્વચ્છતા નો અભાવ રહ્યો હોય તેમ નગરના પંચ બીબી મસ્જિદ પાસેના મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી તલાવડાની માફક ફરી વળ્યા હોય તેઓ દ્રશ્ય તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here