સાસરિયાંઓ દ્વારા કરવામા આવતાંઅત્યાચાર મામલે રાજપીપળાની અદાલતે વધુ એક કલમ ઉમેરી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

મહિલાઓ સબંધિત અત્યાચાર ના મામલે રાજપીપળા ની અદાલત નું કડક વલણ

મહિલાઓ સબંધિત થાતાં ગુનાઓ મા રાજપીપળા ની અદાલતે કડક વલણ અપનાવી આરોપી ઓ સામે વધુ એક કલમ ઉમેરવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજપીપળા ના જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એન.એ.કુલકર્ણી નાઓ ધ્વારા આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો.કલમ ૩૧૫નો ઉમેરો કરતો નિર્ણય લેવામાં આવ્યો છે.

બનાવ ની વાત કરીએ તો ફરીયાદી બહેને આરોપીઓ (૧) હેમંતસિંહ નરેંન્દ્ર સોલંકી (૨) ચંપાબહેન નરેન્દ્ર સોલંકી (૩) પ્રવિણભાઈ નરેન્દ્ર સોલંકી (૪) મયુરીબહેન પ્રવિણભાઈ સોલંકીનાઓ વિરૂધ્ધ ઈ.પી.કો.કલમ ૪૯૮(ક), ૫૦૪,૫૦૬, ૩૨૩,૧૧૪ મજબ મહિલા પોલીસ સ્ટેશન નર્મદા ખાતે ગુન્હા રજીસ્ટર નંબર ૨૨૦૧૯ થી ગુન્હો નોંધાયેલ જે તપાસના આધારે તપાસ કરનાર અમલદાર મારફતે ચાર્જશીટ કરી કોર્ટમાં ઈન્સાફી કાર્યવાહી માટે મોકલી આપેલ. પરંતુ મુળ ફરીયાદી મારફતે ફરીયાદ કરતી વખતે આરોપીઓ એ તેણીને પેટના ભાગે ગંભીર ઈજા કરવામાં આવેલ અને ત્યારબાદ મુળ ફરીયાદીને ગર્ભાશયમાં દુખાવો થતાં અને લોહી વહેવા લાગતા ૧૦૮ મારફતે ગરૂડેશ્વર ખાતે દાખલ કરી સારવાર કરાવેલ વિગેરે જેવી હકીકતો ફરીયાદમાં લખાવેલ તેમજ આવી હકીકતોનો કોર્ટ રૂબરૂ પણ ઉલ્લેખ કરેલ જે હકીકતે નામદાર કોર્ટ મારફતે મહિલા ડોકટર ને બોલાવી તેમનુ પણ નિવેદન લેવામાં આવેલ જેનાં આધારે ઉપસ્થિત થયેલા સંજોગો તેમજ કાનૂની પરિસ્થિતિ ધ્યાને લઇ રાજપીપળા જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એન.એ.કુલકર્ણી નાઓ એ એ.પી.પી. એચ.જે.વકીલની દલીલ અને રજુઆત ધ્યાને લઈ તેમજ રેકર્ડ આધારિત આરોપીઓ વિરૂધ્ધ ઈ.પી.કો.કલમ ૩૧૫ નો ઉમેરો કરવા બાબત હુકમ કરેલ છે. અને તે લગત આરોપીએ હાજર થયેથી આગળની પ્રોસીડેંગ્સ કરવાનો હુકમ કરેલ છે. ઉલ્લેખનીય બાબત છે કે ઈ.પી.કો. કલમ ૩૧૫ ની જોગવાઈ ધ્યાને લઈએ તો બાળક જીવત ન જન્મે અથવા જન્મ્યા પછી તે મરી જાય એમ કરવાના ઈરાદાથી કરેલ કૃત્ય બાબતે છે અને તે બદલ ૧૦ વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને તેમજ સેસન્સ કોર્ટે ટ્રાયલ ચલાવી શકે તે મુજબનો ગુન્હો બની જાય છે. આમ સદર હુકમથી મહિલાઓ વિરૂધ્ધ તેમના સાસરીપક્ષનાઓ ધ્વારા કરવામાં આવતા અત્યાચાર બાબતે ચેતવણી સ્વરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here