સાવરકુંડલા તાલુકાના પીઠવડી ખાતે આવેલ દિવાળી બા હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12 નું 100% ટકા રિઝલ્ટ આવ્યું

બાબરા, (અમરેલી) હિરેન ચૌહાણ :-

એકપણ રૂપિયો ફ્રી વગર શ્રીજી કેળવણી મંડળ દ્વારા ચાલતી હાઈસ્કૂલમાં 13 ગામો માંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવી રહ્યા છે.

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ ખાતે શ્રીજી કેળવણી મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવાળી બા હાઈસ્કૂલ પીઠવડી નું તાજેતરમાં ધોરણ 10 અને 12 નું એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડ ના બંને ધોરણ માં 100% રિઝલ્ટ આવ્યું હતું દિવાળી બા હાઈસ્કૂલ પીઠવડી ના પ્રમુખ વિનુભાઈ બાલધા તથા મહામંત્રી દકુભાઈ બાલધા દ્વારા સતત સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામ આસપાસના ગામો પીઠવડી, નાના ઝીંઝુડા, મોટા ઝીંઝુડા, સાવરકુંડલા, ભેકરા, નાની વડાળ, ભોકરવા, સેંજળ, મેવાસા, વિઠલપુર, મોલડી, ધાર, ગણેશગઢ વગેરે ગામો માંથી થી પ્રાથમિક શાળાના અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પીઠવડી ખાતે દીવાળી બા હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12 સુધી નો અભ્યાસ કરવા આવી રહ્યા છે સાવરકુંડલા થી વંડા સુધી ના 25 કિલોમીટર ના વિસ્તારમાં તથા ખારાપાટ અને ભેકરા ભોકરવા જેવા તાલુકા ના ગામો છેવડા ના ગામો માં ક્યાંય પણ હાઈસ્કૂલો ન હોવાથી ગ્રામ્ય વિસ્તારો ના છોકરા છોકરી વિદ્યાર્થીઓ માટે દિવાળી બા હાઈસ્કૂલ પીઠવડી આશીર્વાદ રૂપ બની રહી છે ચાલુ વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 બોર્ડ માં પીઠવડી હાઈસ્કૂલ નું 100 % રીઝલ્ટ આવ્યું છે પ્રાઈવેટ સ્કૂલો માં મોટી મોટી રકમ ની ફ્રી વસુલ કરવામાં આવ્યા બાદ પણ વિદ્યાર્થી ઓનું રિઝલ્ટ આવતું નથી ત્યારે ગુજરાત સરકાર શિક્ષણ બોર્ડ અને શ્રીજી કેળવણી મંડળ પીઠવડી દ્વારા વિનામૂલ્યે ચાલતી હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાએ પોતાના સેન્ટર નું રિઝલ્ટ અગ્રેસર રહ્યું છે થોડા દિવસો પહેલા જ પીઠવડી ખાતે બાલધા પરિવાર ના પિતૃઓના મોક્ષર્થે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા યોજાઈ હતી જેમાં પીઠવડી હાઈસ્કૂલ અને વિદ્યાર્થી ઓને ટેકનોલોજી સભર અને આધુનિક શિક્ષણ મળી રહે તે માટે ખૂબ મોટી રકમ નું ફંડ એકત્રીત કરવામાં આવ્યું હતું જે હાઈસ્કૂલ અને વિદ્યાર્થી ઓના વિકાસ માં શ્રીજી કેળવણી મંડળ પીઠવડી ના પ્રમુખ વિનુભાઈ બાલધા, ઉપપ્રમુખ ભગીરથભાઈ બાલધા, મહામંત્રી દકુભાઈ બાલધા દ્વારા સતત સહયોગ કરી રહ્યા છે ચાલુ વર્ષે બોર્ડ માં સાવરકુંડલા કેન્દ્ર માં દિવાળી બા હાઈસ્કૂલ ના ત્રણ વિદ્યાર્થીઓ એ સિધ્ધી મેળવી હતી તેમ દીવાળી બા હાઈસ્કૂલ પીઠવડી ના આચાર્ય સંજયભાઈ કામળિયા ની યાદી જણાવેલ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here