સંતરામપુર તાલુકાના વાંજીયાખૂંટ ગામમાં વિકાસનક કામોમાં ભ્રષ્ટચારની બૂમ…તંત્રના ઢાંકપિછોડા !!!

સંતરામપુર, ઇમરાન પઠાણ :-

દેખીતા અને ખુલ્લા ભ્રષ્ટાચાર સામે તંત્રના ઢાંકપિછોડા !!!જવું તો જવું ક્યાં??? કરવું તો કરવું શું ???

વાત છે સંતરામપુર તાલુકાના વાંજીયાખૂંટ ગામની, વાંજીયાખૂંટ ગામે લાખો કરોડોના કામ કાગળ ઉપર બોલે છે પણ સ્થળ ઉપર ??? સ્થળ ઉપરની વરસ્તવિકતા કંઈક જુદી જ છે. જ્યાં જાહેર સ્નાનગૃહ બોલે છે ત્યાં સ્નાનગૃહ નથી જ્યાં સુરક્ષા દિવાલ બોલે છે ત્યાં સુરક્ષા દિવાલ નથી જ્યાં કાગળ ઉપર ભૂગર્ભ ગટર યોજના બોલે છે ત્યાં ભૂગર્ભ ગટર નથી બની આવા હતો અનેક કામો છે જે માત્ર કાગળ ઉપર થયા છે અને તેના પૈસા પણ ઉપડી ગયા છે.
જાગૃત નાગરિકો જ્યારે જવાબદાર તંત્ર અને અધિકારીઓને રજૂઆત કરે છે તો તેમનું કોઈ સાંભળતું નથી કે કોઈ કાર્યવાહી નથી થતી. સવાલ એ છે કે આવું ક્યાં સુધી?? ક્યાં સુધી સામાન્ય નાગરિકો ભ્રષ્ટાચારમાં પીસાતા રહેશે???
ક્યાં સુધી જનતાના પૈસા ભ્રષ્ટાચારિઓ ચાઊ કરી જશે? શું એમનું સાંભળવા વાળું કોઈ નથી ! વાત તો ત્યાં સુધી છે કે ગામના જાગૃત નાગરિકોએ જિલ્લા વિકાસ અધિકારી મહીસાગરને લેખિતમાં અરજી કરી છે. મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. પણ તેનું કોઈ જ પરિણામ નથી . પરિણામે ભ્રષ્ટાચારીઓને છૂટો દોર મળી ગયો છે. મુખ્યમંત્રી કે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત છતાં પરિણામ ના મળતું હોય તો સવાલ એ છે કે લોકો જાય તો જાય ક્યાં? કરે તો કરે શું? શું આજ વિકાસ છે કે માત્ર કાગળ ઉપર કામો બતાવી દેવા? આવો સાંભળીએ ગામ લોકો શું કહે છે. તેમની વ્યથા સાંભળીને દરેક સંવેદનશીલ વ્યક્તિને આઘાત જરૂર લાગશે. શું આ-જ એ લોકશાહી છે જેના માટે આપણા વડીલોએ બલિદાનો આપ્યા છે. શું આવી વ્યવસ્થા માટે આપણે અંગ્રેજો સામે લડત ઉપાડી હતી.વાસ્તવિકતા જાણી હૃદય દ્રવી ઊઠે તેવી પરિસ્થિતિ છે જ્યારે નેતાઓને કે અધિકારીઓને માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ હોય તેમ જણાય છે. નાગરિકો,સામાન્ય જનતાની કોઈને પડી નથી. દેશની દેશના વિકાસની,દેશની પ્રગતિની જનતાની સુખાકારીની માત્ર વાતો થાય છે.વિકાસ માત્ર કાગળ ઉપર થાય છે. અને વાસ્તવિકતા હૃદય દ્રાવક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here