શહેરા : નવા લીંબોદ્રા પ્રાથમિક શાળાના 120 મા જન્મ દિવસની ઉજવણી કરાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન અંતર્ગત શહેરા તાલુકાની નરસાણા ક્લસ્ટરમાં આવેલી નવા લીંબોદ્રા પ્રા.શાળાનો તા.26.03.2022 ને શનિવારના રોજ 120 મો જન્મ દિવસ નરસાણા તાલુકા પંચાયત સદસ્ય પરમાર લીલાબેન રમેશભાઈની અધ્યક્ષતા તેમજ મુખ્ય મહેમાન તરીકે બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર, અતિથિ વિશેષ ગ્રામના પ્રથમ નાગરિક સરપંચ ઉદેસિંહ તેમજ પગાર કેન્દ્ર આચાર્ય મૌલેશભાઈ પટેલ, નરસાણા સી.આર.સી.કો.ઓર્ડીનેટર કલ્પેશભાઈ પટેલ, રિટાયર્ડ PSI રયજીભાઈ શર્મા સાહેબ, વડીલ ભઉરાઈભાઈ, દાતાઓ, મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, શાળા પરિવાર, જૂના લીંબોદ્રા પ્રા.શાળા પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભવ્યો હતો. સદર કાર્યક્રમમાં તિથિ ભોજનના દાતા ઉદેસિંહજી (સરપંચ), સાઉન્ડ અજયભાઈ પટેલ, મંડપ હરેશભાઈ પટેલ, રસોઈ હર્ષદભાઈ વગેરેના સહયોગથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. યજમાન પ્રા.શાળાના આચાર્ય હર્ષદભાઈ પટેલ દ્વારા સૌનું અભિવાદન કરવામાં આવ્યું. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત દાતાઓ, યજમાન શાળામાંથી અભ્યાસ કરેલ વડીલોનું સન્માન કરવામાં આવ્યું. તેમજ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમજ શિક્ષણ પરિવારની કામગીરીને બિરદાવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં 13 કૃતિઓમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ ભોઈ તેમજ ફોટોગ્રાફી અંકુરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. સી.આર.સી.કો.ઓર્ડીનેટર કલ્પેશ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here