શહેરા : નગરપાલિકા ટીમ દ્વારા ફાયર સેફ્ટીને લઇને ચકાસણી, ત્રણ સંસ્થાઓને સીલ મારવાની કાર્યવાહી કરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા નગર પાલિકા ટીમ તેમજ મામલતદાર ઓફીસ ની ટીમ સાથે રહી ફાયર સેફ્ટી ચકાસણી કરાઈ હતી.5 સંસ્થાઓ ની તપાસ કરવામાં આવી હતી. જેમાં 3 સંસ્થા મા ફાયર સેફ્ટી ના કોઈ સાધનો ઉપલબ્ધ ન હોવાથી તપાસ દ્વારા તેને સિલ કરવામાં આવ્યું હતુ. રાજકોટમાં થયેલા ગેમ ઝોન માં અગ્નિકાંડને લઈને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ હવે અગમચેતીના પગલાના લઈ રહ્યા આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના તાલૂકા મથકોમાં આવેલા,મોલ,વિવિધ એકમો સહિતના શૈક્ષણિક સંસ્થાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યા ફાયરસેફટીનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરવામા આવી હતી.વહીવટી તંત્ર દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here