શહેરા : છકડો ચલાવી ગુજરાત ચલાવતા પિતાની પુત્રીએ કોઈ ટ્યુશન વગર ધોરણ-10ની બોર્ડ પરિક્ષામાં 82.33 ટકા મેળવ્યા

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લામા ધોરણ- 10ના પરિણામ જાહેર થયા છે.પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે આવેલી શ્રી જીવન સાધના વિદ્યાલય મીઠાલીમાં ધોરણ10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાયલ વણઝારાએ82.33 ટકા મેળવીને શાળા અને ગામનુ ગૌરવ વધાર્યુ છે તેમના પિતા માધુભાઈ અમરાભાઈ વણઝારા છકડો ચલાવી છે. અને માતા રમીલાબેન ઘરકામ કરે છે પાયલે આ સફળતા કોઈ ટ્યુશન ક્લાસ વગર મેળવીને પ્રાપ્ત કરી છે. શાળા અને ગામનુ નામ રોશન કર્યુ છે. પસનાલ ગામના સરપંચ મોહનભાઈ વણઝારા દ્વારા પણ અભિનંદન પાઠવામા આવ્યા છે. શાળા પરિવારના આચાર્ય અજયભાઈ વરીયા તેમજ શિક્ષકગણ દ્વારા પણ પાયલને અભિનંદન પાઠવામા આવી રહ્યા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here