શહેરા એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગોકળપુરા તથા તેની આસપાસની ૫.૦૦ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

પાંચ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં ૫ કે તેથી વધુ વ્યકિતઓને એકસાથે ભેગા થવા ઉપર પ્રતિબંધ

શહેરા પોલીસ સ્ટેશનના તા.૧૭/૦૪/૨૦૨૪ની વિગતે શહેરા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૪૦૪૧૧/૨૦૨૪, ઈ.પી.કો.૩૦૨, ૩૦૭, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુનો મોજે.ગોકળપુરા, તા.શહેરા ખાતે દિનેશભાઈ ડાહયાભાઈ બારીઆ, રહે. ગોકળપુરા, તા.શહેરાનાઓનું ખુન આરોપી ચંદુભાઈ વિક્રમભાઈ ભરવાડ વિ-૨, રહે. ઉજડા, તા.શહેરાનાઓએ કરેલ છે. જે ગુન્હાના કામે મોજે.ગોકળપુરા, તા.શહેરા ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે સારૂ મોજે.ગોકળપુરા તથા તેની આસપાસની ૫.૦૦ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં જાહેર સુરક્ષા અને સલામતીના હિતમાં આ કામે ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર, શહેરા
દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.જેમાં નીચે મુજબના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

(૧) મોજે.ગોકળપુરા,તા.શહેરા તથા તેની આસપાસની ૫ કિ.મી. ત્રિજ્યામાં સમાવિષ્ટ તમામ ગામોમાં ૫ કે તેથી વધુ વ્યકિતઓને એકસાથે ભેગા થવા ઉપર પ્રતિબંધ રહેશે.

-: અમલવારીનો સમય :-

આ હુકમનો અમલ આ હુકમની આજની તારીખથી તા.૧૮/૦૫/૨૦૨૪ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.

-: શિક્ષા :-

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનારને ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે શહેરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને જાહેરનામાના ભંગ કરનાર સામે ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here