લોકસભાની ચૂંટણીઓ પહેલા દેશમાં સીએએ કાયદો લાગુ કરાશે ??

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરી આવેલા બિન મુસ્લિમોને ભારતીય નાગરિકતા

2024 લોકસભા ચૂંટણી ની તારીખો જાહેર થાય એ પહેલાં જ કેન્દ્ર સરકાર નાગરિક સંશોધન કાયદા સીએએ બાબતે મોટો નિર્ણય લે એવી શક્યતાઓ છે, સરકાર ચૂંટણીની જાહેરાત પહેલા જાન્યુઆરી માસમાં જ સીએએ 2019 ના નિયમોનો નોટિફિકેશન જાહેર કરી સૂચિત કરે એવું સમાચાર એજન્સી પીટીઆઈ એ એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને કહ્યું હતું, મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા સી એ એ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરી ભારતમાં આવેલા બિન મુસ્લીમ હિન્દુ ,શીખ, જૈન ,પારસી બોદ્ધ અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

સંસદે ડિસેમ્બર ૨૦૧૯ માં સંબંધિત બિલને મંજૂરી આપી હતી અને બાદમાં રાષ્ટ્ર્રપતિ પાસેથી મંજૂરી મળ્યા પછી, તેના વિરોધમાં દેશના કેટલાક ભાગોમાં મોટા પ્રદર્શનો થયા હતા. આ કાયદા વિષે એવું માનવામાં આવી રહ્યું છે કે તે વિદેશીઓને દેશની બહાર કાઢી મુકવા માટેનો કાયદો છે એટલે તેનો વિરોધ થઇ રહ્યો છે. ભાજપ આ કાયદાનો રાજકીય ઉપયોગ કરવા માટે તેને લોકસભાની ચૂંટણી પહેલા અમલમાં લાવવા માંગે છે. હમણા અમિત શાહે કહ્યું હતું કે સીએએ કાયદાને લાગુ કરતા કોઈ રોકી શકે એમ નથી.

અધિકારીએ કહ્યું હતું અમે ટૂંક સમયમાં સીએએના નિયમો જારી કરવાના છીએ. નિયમો જારી થયા પછી, કાયદો લાગુ કરી શકાય છે અને યોગ્ય લોકોને ભારતીય નાગરિકતા આપી શકાય છે. કાયદામાં ચાર વર્ષથી વધુનો વિલબં થયો છે અને કાયદાના અમલ માટે નિયમો જરી છે.

એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કાયદાના નિયમોની જાણ કરવામાં આવશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા અધિકારીએ કહ્યું, ‘હા, તે પહેલા જ. તેમણે કહ્યું, નિયમો તૈયાર છે અને ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે.

અરજદારોએ તે વર્ષ જાહેર કરવું આવશ્યક છે કે જેમાં તેઓ મુસાફરી દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૨૭ ડિસેમ્બરે કહ્યું હતું કે સીએએ ના અમલીકરણને કોઈ રોકી શકે નહીં, કારણ કે તે દેશનો કાયદો છે. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આ મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. કોલકાતામાં પાર્ટીની બેઠકને સંબોધિત કરતી વખતે શાહે કહ્યું હતું કે સીએએનો અમલ એ ભાજપની પ્રતિબદ્ધતા છે. મમતા બેનજીર્ની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ સીએએનો વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં સીએએ લાગુ કરવાનું વચન ભાજપનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here