લીલીયા તાલુકાના ભેંસવડી પ્રાથમિક શાળાનો ૭૪ મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

જિલ્લા શિક્ષણ સમિતિ ના ચેરમેન ઉપસ્થિત રહ્યા

લીલીયા તાલુકા ના ભેંસવડી પ્રાથમિક શાળા ના ૭૪ માં સ્થાપના દિવસ નિમિત્તે અમરેલી જીલ્લાના શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ તકે શાળાના પૂર્વ વિદ્યાર્થીશ્રી ડૉ. અંકિત ઠુમ્મર, શ્રી ધીરુભાઈ બુટાણી, શ્રી ભાવેશ બુટાણી વગેરે નું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તથા ભીખાભાઈ ધોરાજીયાશ, ભાનુભાઇ ડાભી, ગૌતમભાઈ વીંછિયા, જીગ્નેશભાઈ સાવજ, સુરાનીભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અમેરિકા, સુરત અને અમદાવાદ થી દાતા ઉપસ્થિત રહી શાળા ના પૂર્વ આચાર્ય શ્રી પાઠક અને શ્રી ગોંડલિયા નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી ભરતભાઈ ઠુમ્મર, ગ્રામ પંચાયત, એસ.એમ.સી., શાળા પરિવારે જહેમત ઉઠાવેલ મધ્યસ્થ સહકારી બેંક અમરેલી નાં વાઇસ ચેરમેન શ્રી અરુણભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરેલ આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તથા પે સેન્ટર આચાર્ય, સી.આર.સી. વગેરે અધિકારી ગણ અને પદાધિકારી ની પ્રેરક ઉપસ્થિતિ રહેલ આ તકે શાળાના શિક્ષિકા બેન શ્રી પ્રિયલબેન શુક્લા નું તાલુકા વિકાસ અધિકારી હસ્તે શાલ સન્માન કરાયું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આચાર્ય બીપીનભાઈ ભટ્ટ તથા શિક્ષક અશોકભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here