લીમખેડા, (દાહોદ) દિનેશ બારીયા :-
આજરોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હડફ નદી ઉપર મેજર બ્રિજ તથા દુધીયા- પીપળી- બાંડીબાર રોડની સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં હતી જેને લઈને વાહન ચાલકો સહિત આજુબાજુના ગામના લોકોનો ખુબજ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતો હતો, જે બાબતે સભ્ય નાગરિકો દ્વારા લીમખેડા ધારાસભ્ય તેમજ દાહોદ જિલ્લા સાંસદ સભ્ય સહિત દે. બારીયાના લોક લાડીલા ધારાસભ્ય અને મંત્રીશ્રી બચુભાઇ ખાબડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેથી રાજ્યની પારદર્શક સરકારે લોક લાગણીને માન આપી તાત્કાલિક ધોરણે હડફ નદી ઉપર મેજર બ્રિજ તથા દુધીયા- પીપળી- બાંડીબાર રોડના એપ્રોચ રોડની કામગીરીને લીલીઝંડી આપી મંત્રીશ્રી બચુભાઇ ખાબડ દ્વારા ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, સાથે સાથે મંત્રીશ્રીના હસ્તે લાડપુર સુથાર ફળીયા વર્ગ પ્રાથમિક શાળાના નવ નિર્મિત થયેલ ૩ ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેથી તાલુકાની જનતા સહિત લોકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી…