રાજ્ય અને જિલ્લા કક્ષાએ સમીક્ષા બેઠકો માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસેસ સંદર્ભે આયોજન બેઠક યોજાઈ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓની કામગીરીનું મોનિટરીંગ સી.આર.સી.કો-ઓર્ડીનેટરો મારફતે કરવામાં આવે છે. બી.આર.સી.શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારના માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં તાલુકાના તમામ ક્લસ્ટરના શૈક્ષણિક અને સહ શૈક્ષણિક ડેટાના આધારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી રાજ્ય કમિટી સમક્ષ રજૂ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર શિક્ષા, શહેરાના કર્મચારીઓની બ્લોક મીટિંગ દરમિયાન વિવિધ મુદ્દાઓનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી ટેકનોલોજીના માધ્યમથી સમીક્ષા કરવામાં આવી. જેમાં સોશિયલ ઓડીટ અને સમગ્ર શિક્ષા અભિયાન – ડૉ. કલ્પેશ આર.પરમાર, આર.ટી.ઈ. – જયપાલસિંહ બારીયા, એસ.એસ.સી. યોજનાઓ – ગોવિંદ મહેરા, હિસાબી વિભાગ અને ડેડસ્ટોક રજીસ્ટર – ભુપેન્દ્રસિંહ સોલંકી, ઠરાવ બુક અને એજન્ડા બુક – જીગ્નેશ પટેલ, એસ.ટી.પી., ટ્રાન્સપોર્ટેશન, સીઝનલ હોસ્ટેલ, ડ્રોપ આઉટ બાળકો – શ્રવણ લબાના અને ૨૧ પ્રકારની દિવ્યાંગતાઓનું માર્ગદર્શન – કનુ રોહિત દ્વારા તંદુરસ્ત ચર્ચા દ્વારા વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આયોજન બેઠક દરમિયાન કોવિડ – ૧૯ ની અદ્યતન ગાઈડલાઈનને અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here