રાજપીપળા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન‌ કરાયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લગ્નમા થતા લખલુટ ખર્ચાઓ ઉપર નિયંત્રણ લાવી સમાજમાં પ્રેરણા લાવવાનો મુસ્લિમ સમાજનો સરાહનીય પ્રયાસ

દરગાહ કમ્પાઉન્ડમાં યોજાયેલા સમૂહ લગ્નના કાર્યક્રમમાં વિવિધ વિસ્તારોના 11 જોડાઓ મુસ્લિમ વિધિ વિધાન મુજબ નિકાસ પડી લગ્ન ગ્રંથિથી જોડાયા

કેન્દ્રિય આદિજાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર અને માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા, નર્મદા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ શહીત માજી ધારાસભ્ય પી.ડી .વસાવા કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા ની વિશેષ ઉપસ્થિતિ

લગ્ન એક સામાજિક બંધન છે આ બંધનમાં યુવક અને યુવતીઓ જોડાઈને પ્રભુતામાં પગલા પાડી પોતાની સામાજિક જવાબદારીઓ પોતાના સંસારને આગળ વધાવવાની નિભાવતા હોય છે,આ સામાજિક અને કુદરતી તેમજ પારંપરિક પરંપરા સદીઓથી સમગ્ર વિશ્વમાં દરેક ધર્મ અને સંપ્રદાયમાં ચાલતી આવી છે. આ આધુનિક યુગમાં લગ્ન પાછળ તમામ ધર્મના અને સંપ્રદાયના લોકો અને પરિવારો લખલૂટ ખર્ચાઓ કરતા હોય છે,માતા પિતા દેવેદાર બન્યા હોય અને પોતાના સંતાનોના લગ્ન કર્યા હોય એવા પણ ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે સમાજમાં લગ્ન પાછળ ખોટા ખર્ચાઓ કરતા લોકો માટે સમૂહ લગ્ન સમારંભો‌ એક પ્રેરણા સ્ત્રોત ઉદાહરણ બની રહ્યા છે. હિન્દુ મુસ્લિમ બંને સંપ્રદાયોમાં હવે સમૂહ લગ્ન નો ચલણ વધતો જઈ રહ્યો છે.

જેમાં જો રાજપીપલા ની વાત કરીએ તો રાજપીપળામાં માછી સમાજ, આદિવાસી સમાજ, પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નના સમયાંતરે કાર્યક્રમો હાથ ધરાય છે.જેમાથી પ્રેરણા મેળવી આજરોજ રાજપીપળા ના હઝરત બાલાપીર દરગાહના કમ્પાઉન્ડ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા એક સમૂહ લગ્ન સમારંભ નો આયોજન કરવામાં આવ્યું હતું.

રાજપીપળા ની હઝરત બાલાપીર દાદા ની દરગાહ ના કમ્પાઉન્ડ ખાતે આજરોજ સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો જેમાં 11 જોડાઓ મુસ્લિમ રીતે રિવાજ મુજબ નિકાહ પડી લગ્નગ્રંથિથી જોડાયા હતા, સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી યોજાયેલા આ સમૂહ લગ્ન સમારંભમાં નિકાહ પડનાર તમામ 11 યુવતીઓને કમિટી તરફથી ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી.

મુસ્લિમ સમાજના આ સમૂહ લગ્ન સમારંભમાં રાજપીપળા ના મુસ્લિમ ધર્મ ગુરુ સુભાનિમિયા બાપુએ નિકાહખાની પડાવી વર વધુને આશીર્વાદ આપ્યા હતા, આ પ્રસંગે કેન્દ્ર સરકારના આદેશ જાતિ આયોગના પૂર્વ ડિરેક્ટર અને ગુજરાત સરકારના માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ પટેલ ,રાજપીપળા ના માજી ધારાસભ્ય પી.ડી. વસાવા સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા, શહેર ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, જયંતિભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વર વધુને આશીર્વાદ આપ્યા હતા.

ખૂબ જ સફળ અને સુંદર આયોજન સમસ્ત રાજપીપળા મુસ્લિમ સમાજ તરફથી સલીમભાઈ ઇસ્માઈલ ભાઈ સોલંકી, મહેબૂબભાઈ કલાઇવાલા, ઈમ્તિયાઝ અલી કાદરી , ફિરોઝભાઈ ખત્રી, સલીમભાઈ મેમણ, સફીભાઈ શેખ,અનવરભાઈ સોલંકી, હારુન ભાઈ મનયાર,અલતાફ બલુચી , સહિત ના મુસ્લિમ આગેવાનોએ સુપેરે પાર પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here