રાજપીપળા લિલોડીયા ફળીયામાં છેલ્લા દોઢ વર્ષથી પીવાના પાણીની મોકાણને લઈને કલેકટરને આવેદનપત્ર…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

અગાઉ એક વર્ષ પહેલાં પણ આ મુદ્દે કલેકટરને આવેદન અપાયું હતું !!! પરિણામ શુન્ય !!!

શહેરના દરબાર રોડ, ભાટવાડા,સોનિવાડ સહિતના ઘણા વિસ્તારોમાં ઓછા પ્રેસરથી અને પંદર વીસ મિનિટ જ પાણી આવવાની સમસ્યા…

રાજપીપળા નગર પાલિકા અને વાદ વિવાદ, સમસ્યાઓ એક બીજાના જાણે કે પર્યાય બની ગયાં હોય એમ છાશવારે નગરપાલિકા તંત્ર ચર્ચામા આવતુ હોય છે. કથળી ચૂકેલો વહીવટ નગરજનો માટે માથાના દુખાવા સમાન બન્યો છે.

રાજપીપળાના આશાપુરી મંદિર પાછળ આવેલા લિલોડીયા ફળીયામા છેલ્લાં દોઢ વર્ષથી પુરતાં પ્રમાણમાં પાણી આવતું જ નથી. ઘરની અંદરના નળમા પાણી આવતું નથી, બહારના નળેથી મહીલાઓને પાણી ભરવું પડે છે. અને માત્ર પંદર કે વિસ મિનિટ જ પાણી આવતું હોવાથી ઘરના અન્ય કામો થતા નથી, જે ઘરોમા વૃધ્ધો છે તેમના દિકરાઓ ઘણી જગ્યાએ પાણી ભરતા હોય છે, તથા પીવાનું પાણી પણ પુરતું ભરી શકાતું નથી, તેવો બળાપો આવેદનપત્ર આપવા આવેલી મહીલાઓએ ઠાલવ્યો હતો. અને નર્મદા કલેક્ટરને પાણીના મુદ્દે આવેદનપત્ર આપ્યુ હતુ.

નગરપાલિકામા આ મુદ્દે વારંવાર રજુઆતો કરવા છતાં સત્તાધીશોના પેટનુ પાણી હાલતું નથી તેમ પણ મહિલાઓએ જણાવ્યું હતું. જોકે આ સમસ્યા ફક્ત લીલોડિયા ફળીયામાં નથી પરંતુ શહેરના બાવાગોર ટેકરી, દરબાર રોડ, ભાટવાડા, સોનિવાડ, કસ્બાવાડ, સહિતના ઘણા વિસ્તારોમાં ઓછા પ્રેસરથી અને પંદર વીસ મિનિટ જ પાણી આવવાની ફરિયાદ સંભળાઈ રહી હોય આ વિસ્તારના લોકોએ પણ અગાઉ રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી જ્યારે અમુક વિસ્તારોમાં પાણીની રેલમછેલ જોવા મળે છે તેમ પણ જાણવા મળ્યું છે.

નગરજનોને પીવાના પાણીની મુળભુત જરૂરીયાત પુરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ જઇ રહયાનો આરોપ આ વિસ્તારના લોકો લગાવી રહ્યા છે, ત્યારે નગરસેવકો પાણીની સમસ્યા દુર કરવા કમરકસે એ ખુબજ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here