રાજપીપળા પાસેના હજરપરા ગામેથી ચોરી થયેલ એકટીવા છોટાઉદેપુર જીલ્લા માથી મળી આવી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા LCB પોલીસે એકટિવા ચોર ને ઝડપી કુંડીયા ગામે થી ઝડપી એકટીવા જપ્ત કરી

રાજપીપળા પાસે ના હજરપરા ગામે થી એકટીવા સ્કુટર ની ચોરી કરનારા ચોરને ઝડપી પાડવામાં નર્મદા LCB પોલીસ ને સફળતા મળી હતી.પોલીસે છોટાઉદેપુર જીલ્લા ના સંખેડા તાલુકા ના કુંડીયા ગામ ખાતે થી એકટીવા ચોરી કરનાર ઇસમ ને પણ ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર નર્મદા LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ ના સુપરવિઝન હેઠળ એ.એસ.આઇ. ભંગાભાઇ ગોવિંદભાઇ, ભરતભાઈ સુરાભાઇ , લક્ષમણ રગનાથ નાઓને પોતાના બાતમીદારો ને કામે લગાડતાં બાતમી મળેલ હતી કે દિલીપસિહ મહેન્દ્રસિહ સોલંકી રહે.કુંડીયા તા. સંખેડા જી. છોટાઉદેપુર નાઓએ રાજપીપળા પાસે ના હજરપરા ગામ ખાતે થી જી જે. 22 એલ. 7281 નંબર ની એકટીવા ચોરી કરી તેની નંબર પ્લેટ બદલી નાખેલ છે પોલીસે ષદર આરોપી ના ધરે ચેકીંગ કરતા એકટિવા મળી આવી હતી જેની ચેસીસ નંબર સહિત ની તપાસ હાથ ધરતા આ એકટિવા હજરપરા ગામ ખાતે થી ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે ચોરી કરનાર આરોપી ને ઝડપી પાડયો નર્મદા જીલ્લા ના હતો અને તેની પાસે થી એકટીવા જપ્ત કરી હતી. આરોપી એ પોતે હજરપરા ગામ ખાતે થી ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી જેથી આરોપી ને રાજપીપળા પોલીસ મથકમાં સોંપી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here