રાજપીપળા ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બાળકોની યોગ અને યોગયાત્રામાં ઉત્સાહભેર ભાગીદારી નગરજનો માટે પ્રેરણારૂપ

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૩ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (ઘાબા ગ્રાઉન્ડ) રાજપીપલા ખાતે કોમન યોગા પ્રોટોકોલ તાલીમ સત્ર, યોગ શિબિર અને યોગ જાગરણ રેલી યોજાઈ હતી.

સુપ્રભાત વેળાએ યોજાયેલા યોગ શિબિરનો ઉદ્દેશ્ય લોકોને યોગા પ્રત્યે જાગૃતતા કેળવવાનો હતો. બાળકોએ યોગ અને યોગ પદયાત્રામાં ઉત્સાહભેર જોડાઈને નગરજનો માટે પ્રેરણારૂપ બન્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપા મહામંત્રી નીલ રાવ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરના વહિવટી અધિકારી બલવંતસિંહ ચૌહાણ, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઇ વસાવા, પ્રાંત યુવા વિકાસ અધિકારી દિલીપભાઈ દેસાઈ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્ટેટ કોર્ડિનેટર રાધેશ્યામજી, દક્ષિણ ઝોન યોગ કોર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે, નર્મદા જિલ્લા યોગ કોઓર્ડિનેટર વસંતકુમાર વસાવા ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here