રાજપીપલાના ખાડા ફળિયાં વિસ્તારમાં નગરપાલિકાના સ્વચ્છતા અભિયાનના લિરેલીરા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પાલિકાના દ્વારા સફાઈ કામગીરી ન થતાં જાહેર માર્ગ અને ગટરો પર ગંદકીના કચરાના ઢંગનું સામ્રાજ્ય

આ વિસ્તારમાં સરકારના સ્વચ્છતા અને ડોર ટું ડોર કચરો ઉઘરાવવાના અભિયાનનો ફિયાસ્કો

નર્મદા જિલ્લાના વડાં મથક રાજપીપલા શહેરના ખાડા ફળિયાં વિસ્તા રના જાહેર માર્ગ પરનો કચરો અને જાહેર ગટરોની સાફ સફાઈ કામગીરી છેલ્લા કેટલાક સમયથી ન કરવામાં આવતાં અંધેર વહીવટને પગલે આ વિસ્તારના જાહેર માર્ગો પરની ગટરોમાં ગંદકી અને માર્ગ પર કચરાના ઢંગનું સામ્રાજ્ય જોવાં મળી રહ્યું છે જેને કારણે શહેરીજનો ત્રાહીમામ થઈ ગયા છે, રાજપીપલા પાલિકાની ઉદાસીન સફાઈ કામગીરી સરકારના સ્વચ્છતા અભિયાનના જાણે લીરેલીરા ઉડાડતું હોય તેમ દેખાઈ રહ્યું છે જેને પગલે શહેરીજનોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે,

રાજપીપલા નગરપાલિકા વિસ્તારના ખાડા ફળિયાંમાં છેલ્લા કેટલાક સમયથી જાહેર માર્ગો પરની સાફ સફાઈ કામગીરી તેમજ ગટરોની સાફ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી પાલિકા તંત્રની સફાઈ કામગીરીની ઉદાસીનતાને પગલે સ્થાનિકોને ગંદકીના સામ્રાજયનો સામનો કરવાનો વારો આવી પડ્યો છે પાલિકાના અંધેર વહીવટને પગલે છેલ્લા કેટલાક સમયથી કોઈજ પ્રકારની આ વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ નથી જેના પગલે જાહેર માર્ગ અને ગટરો ગંદકીનું સામ્રાજ્ય ફેલાવી રહ્યું છે પાલિકાની સફાઈ કામગીરીની નેસ્ત ઉદાસીનતાને કારણે આ વિસ્તારમાં સરકારના સ્વચ્છતા અભિયાન અને ડોર ટું ડોર કચરો ઉઘરાવવાના અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યાં છે, અંધેર વહીવટ ના પ્રતિબિંબના ઉદાસીનતા ભર્યા વલણને પગલે આ વિસ્તારના રહીશોને ગંદકીના સામ્રાજ્યનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે આ વિસ્તાર ના લોકોમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here