રમજાન માસમાં પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરતી દહેગામ જોરાવર નગરનાં રહેવાસી સૈયદ સરફરાઝ અલીની પુત્રી જોયા ખાતુંન..

દહેગામ, (ગાંધીનગર) કમર અલી સૈયદ :-

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે જોરાવર નગરનાં રહેવાસી સૈયદ સરફરાઝ અલીની પુત્રી જોયા ખાતુંને 5 વર્ષેની નાની ઉંમરમાં રમજાન મુબારકનો પેહલો રોજો રાખીને ખુદાની બંદગીની મિસાલ કાયમ કરી હતી તેમજ જોયા ખતુંનના માતા પિતા અને સ્નેહીઓ સગા સબંધીઓ અને દોસ્તોએ પહેલા રોજાની મુબારક બાદ આપી હતી…
પવિત્ર રમઝાન માસમા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ કરતા નજરે પડે છે.
પવિત્ર રમઝાન મહિનો શરું થઈ ગયો છે અને શરૂઆતના અરસામાં પહેલા રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતા નાના બાળકો જોવા મળી રહ્યા છે ત્યારે દહેગામનાં મુસ્લિમ બિરાદરો કાળઝાળ ગરમીમાં પણ રોઝા રાખીને ધાર્મિક ભાવના વધુ મજબૂત બનાવી રહ્યા છે સાથેસાથે દહેગામનાં નાના ભૂલકાઓ પણ રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા છે. મુસ્લિમ બિરાદરો પવિત્ર રમઝાન માસના તમામ રોઝા રાખી રહ્યા છે ત્યારે દહેગામ સહીતના નાના ભુલકાઓએ પોતાના જીવનનો પહેલો રોજો રાખી ખુદાની બંદગી કરતા જોવા મળ્યા હતા. પવિત્ર રમઝાન માસમા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆ ગુજારતા નજરે પડે છે. ફોટામાં દ્રશ્યમાન સૈયદ સરફરાઝ અલીની પુત્રી જોયા ખાતુંનને કલમ કી સરકાર ન્યુઝ પરિવાર ખૂબ ખૂબ દુવાઓથી નવાજી અનહદ શુભેચ્છાઓ પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here