મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૨૫૩ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જીલ્લામા ગતવર્ષ 1194 મી.મી. વરસાદ ખાબક્યો અને ચાલુ સિઝનમા માત્ર 862 મી.મી.

ગત વર્ષની સરખામણીમાં ચાલુ સિઝન દરમ્યાન 13.5 ઇંચ જેટલો ઓછો વરસાદ

જિલ્લામા તા.૧૧ મી જુલાઇ, ૨૦૨૦ ને શનિવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૮ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૬ મિ.મિ., તિલકવાડા તાલુકામાં-૫ મિ.મિ., અને સાગબારા તાલુકામાં-૩ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય ગરૂડેશ્વર તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લાા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૫૩ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૮૮ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૫૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૩૯ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૨૯ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

નર્મદા જિલ્લામા ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન 862 મી.મી. વરસાદ વરસ્યો છે જયારે ગતવર્ષે આજની તારીખે 1194 મી.મી. વરસાદ ખાબક્યો હતો.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૬૫ મીટર, કરજણ ડેમ- ૯૯.૬૬ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૫૬ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here