ભરૂચ જીલ્લાના વાગરામાં બેન્કોના એ ટી એમ ઠપ્પ !!!!! શોભાના ગાંઠિયા બન્યા..

ભરૂચ, આશિક પઠાણ (રાજપીપળા) :-

ખાનગી મની એક્સચેન્જ વાળા ઓ સાથે બેન્કો ની મીલીભગત થી લોકો પરેશાન

બેન્કો પોતાના એ ટી એમ માં નાણાં જ નથી મુક્તિ જેથી મની એક્સચેન્જ વાળા ઓની વાગરા માં હાટડીઓ ખુલી !!!!

એન આર આઇ વસ્તી વાળા વાગરા માં લોકો ને બેન્ક ના એ ટી એમ માં થી નાણાં જ ન નીકળતા ખાનગી મની એક્સચેન્જ વાળા ઓ તરફ થી થતી લુંટ

રૂ 10 હજાર કાઢવા મટે રૂ 100 નો ચાર્જ વસુલતા ખાનગી મની એક્સચેન્જ વાળાઓ

સમગ્ર ષડયંત્ર બેન્કો સાથે ની મિલીભગત થી ચલાવતા મની એક્સચેન્જ વાળા ઓ ની ગ્રામજનો માં ચર્ચાઓ તેજ

ભરૂચ જીલ્લા ના એન આર આઇ વસ્તી ધરાવતા વાગરા તાલુકાના મુખ્ય મથક એવા વાગરા ગામ ખાતે ની રાષ્ટ્રિય કૃત બેન્કો દ્વારા ચલાવાતા એ ટી એમ માં હંમેશાં નાણાં જ ના હોય ને એ ટી એમ ખાલીખમ્મ હાલત માં જ રેહતા હોવાની ગ્રામજનો માં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, બેન્કો ની સાંઠગાંઠ ખાનગી મની એક્સચેન્જ વાળા ઓ સાથે હોવાની ચર્ચાઓ પણ લોકો માં ચર્ચાસ્પદ બની છે.

વાગરા ગામ ખાતે રાષ્ટ્રિય કૃત બેન્કો તો આવેલી છે,આ બેંકો નાં એ ટી એમ પણ ગામ માં છે પણ આ એ ટી એમ શોભાના ગાંઠીયા સમાન બની ગયા છે, લોકો એ ટી એમ માંથી નાણાં કાઢવા માટે જાય છે પરંતુ તેમા નાણાં જ હોતા નથી!! જેથી એન આર આઇ વસ્તી ધરાવતા આ વિસ્તાર ના લોકો સહિત બહાર ગામ થી આવતા લોકો ને ખાનગી મની એક્સચેન્જ વાળા ઓ પાસે થી નાણાં લેવા પડતાં હોય છે, ખાનગી મની એક્સચેન્જ વાળા એ માટે ખુબજ વધારે ચાર્જ વસુલતા હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે, જો તમારે 10 હજાર રૂપિયા જોઇએ તો ખાનગી મની એક્સચેન્જ વાળા ને 100 રૂપિયા નો ચાર્જ આપવો પડે છે!!!

વાગરા ગામ માં આવા મની એક્સચેન્જ વાળા ઓની જાણેકે હાટડીઓ ખુલી ગઈ છે!!! આ વાત નુ પણ આશ્ચર્ય થાય છે!!! અને થાય એ પણ સ્વાભાવિક જ છે, કારણકે બેન્કો ના એ ટી એમ માં મોટા ભાગે રૂપિયા જ નથી હોતા!!! જેથી લોકો આવા મની એક્સચેન્જ વાળા ઓ પાસે થી વધારે ચાર્જ ચૂકવી પોતાની જરૂરિયાત હોય ને રૂપિયા લેવા મજબુર થતાં હોય છે .

આ સમગ્ર પ્રકરણ બેન્કો અને મની એક્સચેન્જ વાળા ઓની મિલી ભગત થી ચાલતું હોવાનું ગ્રામજનો માં ચર્ચાઇ રહ્યું છે ત્યારે ભરૂચ જીલ્લા કલેકટર સહિત બેન્ક અઘિકારીઓ આ મામલા ને ગંભીરતા થી લઈને સમસ્યા નું નિરાકરણ લાવે અને બેન્કો ની મની એક્સચેન્જ વાળા ઓ સાથે ની મિલીભગત અને સાંઠ ગાંઠ માથી લોકો ને ઉગારે એ ખુબજ જરૂરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here