બહાદરપુર ગામના હાલ અમેરિકા સ્થિત પરિવારો તરફથી બહાદરપુર ગામના શિવાલયોની પંચધાતુની યોની બનાવી શ્રાવણ માસની અનોખી પહેલ કરી

સંખેડા, (છોટાઉદેપુર)  ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા બહાદરપુર ગામ ના વિદેશ મા સ્થાયી પરિવારો દ્વારા દાન કરી પોતાનું પ્રભુત્વ તેમજ પોતાની ઓળખ જાળવી રાખી છે જે બહાદરપુર ના દરેક નાગરિકો વિદેશમાં ગમે તે જ્ઞાતિ ના હોય પણ પોતાના ગામની ખુમારીને યથાવત જાળવી રાખી એક જ પરિવારના હોય એમ એકબીજાને સાથ સહકાર આપી બહાદરપુર ગામમાં કોઈ સમસ્યા આવે ત્યારે વિદેશમાં રહેલા ગામના સપૂતો દરેક સમસ્યાને માત આપવા તૈયાર થઈ બહાદરપુર ની વારે આવતા હોય છે તે જ રીતે બહાદરપુર ની આન બાન અને શાન સદાય માટે વધે તેવા ધ્યેયથી અમેરિકા સ્થાયી એવા (1)નરેન્દ્રભાઈ ચતુરભાઈ દેસાઈ (ગગા બાપુ)
(2)શૈલેષભાઈ શશીકાંતભાઈ દેસાઈ
(3) અર્ચનાબેન મેહુલભાઈ પટેલ
(4) (પીન્ટુ) હિરેનભાઈ અરવિંદભાઈ પટેલ
(5)સુમનભાઈ ચતુરભાઈ દેસાઈ
(6) સૂર્યકાંતભાઈ મંગળભાઈ રાય
(7) કેતનભાઇ નટવરભાઈ ભગત
(8) કેતુલ ભાઈ ઇન્દ્રવદનભાઈ શાહ
(9) દક્ષેશભાઈ રશ્મિકાંતભાઈ સોની
(10) જશુભાઈ પટેલ
(11) વિઠ્ઠલભાઈ છીતા ભાઈ દેસાઈ
(12) ઇન્દ્રવદનભાઈ ગોરધનભાઈ દેસાઈ
(13) કલ્પેશભાઈ સુંદરભાઈ શેઠ
(14) મહેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ
જેવા દાતાશ્રીઓ દ્વારા બહાદરપૂર માં આવેલ વૈધનાથ મહાદેવ મંદિર તેમજ બહાદરપુરમાં નીલકંઠ મહાદેવ મંદિર તેમજ વર્ષો જૂનું પૌરાણિક સુપ્રસિદ્ધ મંદિર સિધ્ધનાથ મહાદેવ તેમજ નાના બજાર રામજી મંદિર નીલકંઠ મહાદેવ આ દરેક મંદિરની યોની માટે વપરાયેલ પંચધાતુનું કુલ વજન 69.310 કેજી થયું હતું અને એની કુલ મજૂરી સહિતની રકમ 3,27,197 મતબલ રકમની વિદેશમાં રહેતા પરિવારો તરફથી ચુકવણું કરવામાં આવી હતી અને જે આવતા શ્રાવણ મહિનામાં જે હરિભક્તો શિવાલયમાં પૂજા અર્ચના કરવા દૂધ દહીં મધ જેવી સામગ્રી દ્વારા પૂજા કરવાના કારણે શિવાલયોમાં શિવાલયોની યોની માં ચિકાસ તેમજ દુર્ગંધ થવા લાગે છે જે ચીકાશ તેમજ દુર્ગંધ ન થાય અને ચોખ્ખાઈ થી સ્વચ્છતા જળવા રહે અને શિવાલય એમાં સુંદરતા તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિદેશમાં રહેતા બહાદરપુર ની વહારે આવતા ગામના સાચા સપૂતો દ્વારા બહાદરપુર ગામના મંદિરોનું સારું એવું નિર્માણ થાય તે માટે ગામના લોકો પણ જાગૃત થાય અને ભક્તિમાં પ્રેરાય તેવી આ દાન કરતાં પરિવાર તરફથી સૂચન કર્યું હતું અને બહાદરપુર ગામ ના દરેક હરિભક્તો દ્વારા બહાદરપુર ના વતની વિદેશ મા રહેતા દરેક દાતાઓને બહાદરપુર ગામ તરફથી ખુબ ખુબ અભિનંદન વ્યક્ત કર્યો હતો અને એવા બહાદરપુર ગામને તમારા જેવા વડીલો નો સાથ સહકાર મળતો રહે તે માટે ભગવાનને સૌ પ્રત્યે પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here