પંચમહાલ : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ કાર્યવાહી, શહેરા નગરમા આવેલા હીરા ઘસવાના એકમ પર ફાયર સેફટીનો અભાવ જોવા મળતા સીલ કરાઈ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા નગરના અણિયાદ ચોકડી પાસે આવેલા હીરા ઘસવાના એકમ અને એજન્સી પર ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળતા પાલિકાતંત્ર અને વહીવટીતંત્રની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામા આવી હતી. અને ફાયર સેફટીનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરવામા આવી હતી.
રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગમાં નિર્દોષ જીંદગીઓ હોમાઈ ગયાની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુ છે.પંચમહાલ જીલ્લામા પણ ગેમઝોનના અગ્નિકાંડને લઈને વિવિધ એકમોને પર મોલ,ગેમઝોન, કોર્મેશિયલ એકમો પર તપાસ કરવામા આવતા ગંભીર બેદરકારીઓ સામે આવતા નોટીસો આપીને એકમોને સીલ મારવાની કાર્યવાહી કરવામા આવી છે.મળતી માહિતી અનુસાર ગોધરા,હાલોલમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી.શહેરા પાલિકાતંત્રના અધિકારી જીતેન્દ્ર રાઠોડના જણાવ્યા અનુસાર શહેરા નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શહેરા નગરમાં ફાયરસેફ્ટીને લઈને તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા શહેરાનગરમા આવેલા અણિયાદ ચોકડી પાસે આવેલી એક હીરા ઘસવાના એકમ પર તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા ફાયર સેફટીનો નો અભાવ જોવા મળતા એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામા આવી હતી. ત્યારબાદ હીરાના એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામા આવી હતી.સાથે અણિયાદ રોડ પર આવેલી એક વેપારી એજન્સી પર તપાસ કરવામા આવી હતી.જ્યા ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળતા કાર્યવાહી કરવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here