નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર દર્શનાબેન દેશમુખે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યું

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

લોકો ના ભારે સમર્થન વચ્ચે વિશાળ રેલી કાઢી જીલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહિત નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ પણ સાથે કચેરીએ પહોંચ્યા

વિધાનસભા ની ચુંટણીમાં નાંદોદ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ હોય ને આજરોજ પોતાના ભારે જન સમર્થન નું પ્રદશન કરી ભાજપા ઉમેદવાર ડૉ. દર્શના દેશમુખે વિશાળ રેલી કાઢી ઠોલ નગારા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચ્યા હતા.

ભાજપા એ ડૉ દર્શનાબેન દેશમુખ ને નાંદોદ વિધાનસભા બેઠક માટે ના ઉમેદવાર તરીકે જાહેર કરતા પાર્ટી મા બળવો થયો હતો, માજી સંસદીય સચિવ હર્ષદ વસાવા એ નારાજ થઈ ને અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે, તેઓએ ભારે સકિત પ્રદર્શન સાથે રેલી કાઢી પોતાની શક્તિ ના દર્શન કરાવ્યા હતા, ત્યારે આજરોજ ભાજપા ના ઉમેદવાર દર્શના દેશમુખ માટે સમગ્ર પાર્ટી ની પ્રતિષ્ઠા દાવ પર લાગી હોય ને ભારે જનમેદની ભેગી કરી ને રેલી કાઢી કચેરી ખાતે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ડો. દર્શના દેશમુખ સાથે જીલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, શહેર પ્રમુખ રમણસિંહ રાઠોડ, માજી વન મંત્રી શબ્દશરણ તડવી, નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ, કમલેશ પટેલ, સહિત ના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here