નર્મદા : વૃક્ષારોપણની કામગીરીમાં અનોખી મિસાલ બનતો રાજપીપળા પાસેનો કુંવરપરા ગામ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગ્રામ પંચાયતની પડતર જમીનમા છેલ્લા બે વર્ષોથી 11000 વૃક્ષોનુ વૃક્ષારોપણ

કુવરપરાના ગ્રામજનોની પર્યાવરણ જાળવણીની કામગીરીની થતી પ્રશંસા

રાજપીપળા પાસે જ આવેલા કુંવરપરા ગામના ગ્રામજનો છેલ્લા બે વર્ષથી સતત ચોમાસાની સીઝન દરમિયાન 11000 વૃક્ષો વાવી રહયા હોય અને તેનુ જતન પણ કરતા હોય તેમની આ પર્યાવરણને બચાવવાની ઝુંબેશ અને કામગીરીની પ્રશંસા થઇ રહી છે, અને કુંવરપરા ગ્રામ પંચાયત પ્રેરણાનો સ્ત્રોત બની છે.

ગત વર્ષે કુવરપુરા ગામે કુંવરપુરા ગ્રામ પંચાયત દ્વારા 11000/- વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. એ ઉપરાંત જે રેલ્વેની જમીનમાં ગયા વર્ષે વન વિભાગના સહયોગથી 3500 વૃક્ષો આવ્યા હતા, હવે આ વર્ષે ચોમાસુ શરૂ થતા ગામે કુવરપરા ગ્રામ પંચાયત દ્વારા વધુ એક વાર કુંવરપુરા પાસે આવેલ સરકારી પડતર જમીનમાં 11000 વૃક્ષોનું વાવેતર કર્યું છે.

કુવરપરા ગામના સરપંચ નિરંજન વસાવાએ ગ્રામજનો અને વનવિભાગના સહયોગથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી બચવા વૃક્ષારોપણ શરૂ કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર આવનારી પેઢી પર્યાવરણનું જતન કરતા શીખે અને પર્યાવરણને બચાવી શકાય નર્મદામાં સારો વરસાદ લાવી શકાય તે હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. સરપંચ નિરંજન વસાવાની આગેવાનીમાં આખું ગામ ઉમટ્યું હતું અને ખાડા ખોદી જાતે શ્રમસેવા કરી વિવિધ પ્રકારના રોપાઓ રોપી વૃક્ષારોપણ કર્યું હતું.

ગ્રામજનોએ નર્મદાની જનતાને ચોમાસામાં પોતાના ઘરોમાં વૃક્ષોવાવી અને પર્યાવરણનું જતન કરવા અનુરોધ કર્યો હતો. અને આમ આદિવાસી વસતી ધરાવતો કુંવરપરા ગામ વૃક્ષારોપણ મામલે અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બની રહેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here