નર્મદા જીલ્લામા જીલ્લા પુરવઠા અધિકારી તરીકે એકજ અધિકારીની બબ્બે વાર નિમણુંક !!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

અનાજ સપ્લાય કરતી એજન્સીઓ સાથે મીલીભગત ની ચર્ચા

નર્મદા જીલ્લા મા મોટા પ્રમાણ મા આદિવાસી વસ્તી હોય આદિવાસીઓ મોટા પ્રમાણ મા બી પી એલ હેઠળ આવતા હોય ને રાજય સરકાર દ્વારા તેઓને મોટા પ્રમાણ મા ધઉ , ચોખા , ખાંડ ,કેરોસીન સહિત સરકારી જથ્થો વ્યાજબી ભાવની થી આપવામાં આવે છે , હાલ મા સરકાર કોરોના ની મહામારી ફેલાઈ હોય લોકો ને મફત અનાજ પણ આપે છે ત્યારે ગરીબ લાભાર્થી ઓ સુધી અનાજ પહોંચતુ નથી ની અનેક ફરિયાદો ઉઠે છે. ગોડાઉન માથી ગુણો મા ઓછો જથ્થો ભરી ને વયાજબી ભાવ ની દુકાન ના સંચાલકો ને આપવામાં આવે છે , આ બધુ કોની રહેમ નજર હેઠળ થઇ રહયુ છે ?? આ પશ્ર લોકો મા લોકમુખે ચર્ચાસ્પદ બનેલ છે , જીલ્લા પુરવઠા અધિકારી તરીકે ની ફરજ બજાવતા પઠાણ એક વાર જીલ્લા મા પોતાની ફરજ બજાવી ચુક્યા છે , તેઓની બદલી પણ થઇ ગઇ હતી ફરી પાછા જીલ્લા પુરવઠા અધિકારી તરીકે ની નર્મદા જીલ્લા માજ નિયુક્તિ કરાઇ !! ખુબજ આશ્ચર્ય ની વાત છે. શુ તેઓ નર્મદા જીલ્લા ના આદિવાસીઓને ઓછુ અનાજ મળી રહયું છે એ વાત થી અજાણ છે ?? ગોડાઉન માથી ગુણો મા ઓછો જથ્થો ભરી ને દુકાનદારો ને આપવામાં આવી રહયા ની દુકાનદારો મા ચર્ચાસ્પદ બનેલ છે શુ એ વાત થી પણ જીલ્લા પુરવઠા અધિકારી અજાણ છે ?? જો આવી તમામ બાબતો થી અજાણ હોય તો કામગીરી શુ કરે છે ? આ વાતો નગરજનો સહિત રેશનકાર્ડ ધારકો ના મુખે ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here