નર્મદા જીલ્લામા છેલ્લા 24 કલાક દરમ્યાન 26 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સહુથી વધુ ગરુડેશ્વર તાલુકામા 158 મી મી. જયારે સહુથી ઓછો સાગબારા તાલુકા મા 90 મી મી. વરસાદ વરસ્યો

જીલ્લાના તમામ ડેમ છલોછલ ભરાતા પાણીની કટોકટી ટળી

નર્મદા જીલ્લા મા ચાલુ ચોમાસા ની સીઝન દરમ્યાન ગતમોડી સાંજ ના સમગ્ર જીલ્લા મા સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.છેલ્લા 24 કલાક દરમ્યાન સમગ્ર જીલ્લા મા 640 મી.મી. એટલે કે 26 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર ના દ્ષયો સર્જાયા હતા.ગરુડૈશવર તાલુકા મા 158 મી મી. તિલકવાડા તાલુકા મા 146 મી મી. દેડિયાપાડા તાલુકા મા 146 મી મી. નાંદોદ તાલુકા મા 100 મી મી. અને સાગબારા તાલુકા મા 90 મી મી. જેટલો ભારે વરસાદ વરસતા જીલ્લા મા આવેલ નર્મદા ડેમ સિવાય ના તમામ ડેમ જેવાકે કરજણ ડેમ , નાનાં કાકડીઆંબા ડેમ , ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી પાસે પહોંચ્યા છે જેથી સમગ્ર જીલ્લા માથી હવે પાણી ની સમસ્યા હલ થઇ છે.

જીલ્લા ના કુલ વરસાદ ની વાત કરીએ તો ચાલું ચોમાસા ની સીઝન દરમ્યાન ગત ચોમાસા ની સીઝન ની તુલના મા ઓછો વરસાદ વરસ્યો છે. ગત વર્ષે આજની તારીખ ની સ્થિતિ એ જીલ્લા મા 6542 મી મી. વરસાદ થયો હતો જયારે ચાલું ચોમાસા ની સીઝન દરમ્યાન 5276 મી.મી. વરસાદ થયો છે, જેની તુલના કરતા ગતવર્ષ કરતા ચાલું ચોમાસા ની સીઝન દરમ્યાન 50 ઇંચ જેટલો ઓછો વરસાદ જીલ્લા મા વરસ્યો છે.

જીલ્લા મા હાલ સહુથી વધુ વરસાદ દેડિયાપાડા મા 1403 મી મી. જયાંરે સહુથી ઓછો ગરુડૈશવર તાલુકા મા 770 મી.મી. વરસાદ વરસ્યો હોવાનું નર્મદા જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ તરફ થી જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here