નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના શેરવાઇ ગામેથી ગાંજો વેચતા ઈસમને SOG પોલિસે ઝડપી પાડયો મહારાષ્ટ્રની ગાંજો સપ્લાય કરનાર આરોપી વોન્ટેડ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આરોપી પાસેથી રૂપિયા 11700 ની કિંમત નો 1 કિલો 700 ગ્રામ ગાંજો મળી આવ્યો

નર્મદા જીલ્લા માં અસામાજિક પ્રવુતિઓ મોટા પ્રમાણ માં ફેલાયેલી હોય વડોદરા રેન્જ આઇજી એમ. એસ. ભરાડા સહિત જીલ્લા પોલિસ વડા હિમકર સિંહ દ્વારા સમગ્ર જીલ્લા ની પોલીસ ને સાબદુ કરી ગુનાહિત પ્રવૃત્તિ ઓ ડામી દેવાની સૂચના આપવામાં આવેલ હોય સમગ્ર પોલીસ વિભાગ સતર્ક બની કામગીરી હાથ ધરી રહ્યું છે ત્યારે નર્મદા જીલ્લા SOG પોલિસના ઇન્સ્પેક્ટર કે. ટી.જાટ સહિત ના સ્ટાફ ને બાતમી મળતાં ડેડીયાપાડા તાલુકા નાં શેરવાઈ ગામે રેઇડ કરી ગાંજા નો જથ્થો ઝડપી પાડયો હતો અને એક આરોપી ની અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકા નાં શેરવાઇ ગામ ખાતે રહેતો આરોપી ચૈતરિયા ઊર્ફે પાકા પેચિયાભાઈ વસાવા પોતાનાં ઘર મા ગેરકાયદેસર પ્રતિબંધિત ગાંજા નો વેચાણ કરતો હોવાની બાતમી SOG પોલિસ ને મળતાં પોલિસે તેના ઘરે રેડ કરી હતી, અને રૂપિયા 11700 ની કીંમત નો 1કિલો 700 ગ્રામ ગાંજો ઝડપી પાડયો હતો.પોલીસ આરોપી ને પૂછપરછ કરતાં તેણે આ ગાંજો શુભાશભાઈ રહે. ચંદવાળા ,ઘડગામ નજીક , મહારાષ્ટ્ર નાઓ એ આપેલ હોવનું જણાવતા પોલીસે ગાંજો આપનાર આરોપી ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here