નર્મદા જિલ્લા પંચાયત / તાલુકા પંચાયતો / નગર પાલિકાની ચૂંટણી માટે કુલ- ૪,૪૪,૩૨૨ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા નગરપાલિકાની ચુંટણી મા 29414 મતદારો મતદાન કરવાની તૈયારીમા

ગત ૨૦૧૫ ની ચૂંટણીની સરખામણીએ જિલ્લા૪માં કુલ- ૪૭,૪૩૦ મતદારોનો નોંધાયેલો વધારો

જિલ્લામા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૫૯૭ અને નગરપાલિકાની ચૂંટણી માટે ૩૭ સહિત કુલ- ૬૩૪ મતદાન મથકો

૨૦૧૫ ની ચૂંટણીની સરખામણીએ વધુ ૫૭ મતદાન મથકોનો વધારો

નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો સહિત રાજપીપલા નગરપાલિકાની યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ જિલ્લામાં ૨,૧૦,૭૦૧ પુરૂષ મતદારો અને ૨,૦૪,૨૦૪ મહિલા મતદારો તેમજ ત્રીજી જાતિના-૩ મતદારો સહિત કુલ ૪,૪૪,૩૨૨ મતદારો નોંધાયા છે. આમ, જિલ્લામાં યોજાનારી ઉક્ત ચૂંટણીઓ દરમિયાન જિલ્લામાં નિયત કરાયેલા કુલ ૬૩૪ જેટલા મતદાન મથકો પર યોજાનારા મતદાનમાં જિલ્લામાં ૪,૪૪,૩૨૨ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત ૨૦૧૫ ના વર્ષમાં યોજાયેલી નર્મદા જિલ્લા. પંચાયત તેમજ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, ડેડીયાપાડા તથા સાગબારા તાલુકા પંચાયત તથા રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ૨,૦૨,૫૩૪ પુરૂષ મતદારો અને ૧,૯૪,૨૩૯ મહિલા મતદારો તેમજ ૧૧૮ જેટલા સેવા મતદારો તથા અન્ય ૧ મતદાર સહિત કુલ ૩,૯૬,૮૯૨ મતદારો નોંધાયાં હતા. આમ, સને ૨૦૧૫ ની સરખામણીએ હાલમાં ૨૦૨૧ માં યોજાનારી ઉક્ત સામાન્ય ચૂંટણીઓ માટે સમગ્ર નર્મદા જિલ્લા૮માં કુલ- ૪૭,૪૩૦ મતદારોનો વધારો નોંધાયો છે. તેવી જ રીતે ગત ૨૦૧૫ ની ચૂંટણીના ૫૭૭ મતદાન મથકોની સંખ્યામા વધુ ૫૭ મતદાન મથકોનો ઉમેરો કરાયો છે.
ચાલુ માસમાં યોજાનારી જિલ્લાની ઉક્ત ચૂંટણીઓ દરમિયાન જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે તાલુકાવાર નોંધાયેલા મતદારોની સંખ્યા જોઇએ તો નાંદોદમાં ૪૩,૧૫૭ પુરૂષ અને ૪૧,૪૯૮ મહિલાઓ સહિત કુલ- ૮૪,૬૫૫ મતદારો, ગરૂડેશ્વર તાલુકામાં ૩૪,૭૧૩ પુરૂષ અને ૩૧,૯૬૪ મહિલાઓ અને અન્ય ૨ મતદાર સહિત કુલ- ૬૬,૬૭૯ મતદારો, ડેડીયાપાડા તાલુકામાં ૬૫,૮૧૭ પુરૂષ અને ૬૩,૭૬૬ મહિલાઓ સહિત કુલ- ૧,૨૯,૫૮૩ મતદારો, તિલકવાડા તાલુકામાં ૨૫,૭૭૬ પુરૂષ અને ૨૪,૧૬૨ મહિલાઓ સહિત કુલ- ૪૯,૯૩૮ મતદારો, સાગબારા તાલુકામાં ૪૧,૨૩૮ પુરૂષ અને ૪૨,૮૧૪ મહિલાઓ સહિત કુલ- ૮૪,૦૫૩ મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે રાજપીપલા નગરપાલિકા માટે ૧૪,૪૩૫ પુરૂષ અને ૧૪,૯૭૯ મહિલાઓ સહિત કુલ- ૨૯,૪૧૪ મતદારોનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે ગત ૨૦૧૦ ના વર્ષમાં નર્મદા જિલ્લા, પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે નોંધાયેલા મતદારોની વિગતો જોઇએ તો નાંદોદ તાલુકા માટે ૬૫,૮૩૬ પુરૂષ અને ૬૦,૬૬૦ મહિલા સહિત કુલ- ૧,૨૬,૪૯૬ મતદારો, તિલકવાડા તાલુકા માટે ૨૨,૭૧૧ પુરૂષ અને ૨૦,૭૬૭ મહિલા સહિત કુલ- ૪૩,૪૭૮ મતદારો, ડેડીયાપાડા તાલુકા માટે ૪૬,૩૦૯ પુરૂષ અને ૪૫,૩૨૭ મહિલા સહિત કુલ- ૯૧,૬૩૬ મતદારો, સાગબારા તાલુકા માટે ૫૧,૭૪૩ પુરૂષ અને ૫૩,૭૦૬ મહિલા સહિત કુલ- ૧,૦૫,૪૪૯ મતદારો જ્યારે રાજપીપલા નગરપાલિકા માટે ૧૨,૦૮૬ પુરૂષ અને ૧૧,૭૯૦ મહિલા સહિત કુલ- ૨૩,૮૭૬ મતદારો સાથે કુલ- ૧,૯૮,૬૮૫ પુરૂષ અને ૧,૯૨,૨૫૦ મહિલા સહિત જિલ્લાામાં એકંદર કુલ- ૩,૯૦,૯૩૫ મતદારોની સંખ્યા નોંધાઇ હતી. તદ્ઉપરાંત નગરપાલિકા ચૂંટણી માટે ૫ અને જિલ્લાર-તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૧૦૬ સેવા મતદારો પણ નોંધાયા હતા.

નર્મદા જિલ્લામમાં હાલ ફેબ્રુઆરી- ૨૦૨૧ માં યોજાનારી રાજપીપળા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૩૭ જેટલા મતદાન મથકોએ જ્યારે જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો અને તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે ૫૯૭ જેટલા મતદાન મથકો સહિત સમગ્ર જિલ્લાજમાં કુલ- ૬૩૪ મતદાન મથકોએ મતદાન યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here