નર્મદા જિલ્લા ડિસ્ટ્રીકટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે ડિસ્ટ્રીકટ એડવાઇઝરી કમિટી (પી.સી & પી.એન.ડી.ટી) ની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સમિતિના ચરેમેન એન.બી.મહિડા, સરકારી વકીલ અશ્વીનીબેન શુક્લા, સામાજીક કાર્યકર અલ્પાબેન ભાટીયા સહિત જનરલ હોસ્પીટલના નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં નાંદોદ, સેલંબા અને ગરુડેશ્વર વેટરનરી (પશુ દવાખાના) અરજીઓમાં કુલ ત્રણ સેન્ટરની રીન્યુઅલ અંગે ઓનલાઇન અરજીઓ આવી હતી. જે અરજીઓને નિયમ મુજબ તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા તેઓના સ્થળે નિરીક્ષણ કરી ચેકલીસ્ટ મુજબ તેઓને પાંચ વર્ષ માટે રીન્યુઅલ કરી સર્ટીફીકેટની મંજૂરી બેઠકમાં આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સી.આર.એસ. પોર્ટલ પર નોંધાયેલ ૨૦૨૩ નો નર્મદા જિલ્લાનો જન્મદર (પુરુષ અને સ્ત્રી) ૯૫૨ છે. જિલ્લાના તમામ તાલુકાઓનો જન્મદર રેશીયામાં નાંદોદમાં ૯૦૨, દેડીયાપાડામાં ૯૫૧, સાગબારામાં ૯૯૦, ગરુડેશ્વરમાં ૯૭૩, તિલકવાડામાં ૧૦૪૪ નોંધાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here