નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે સોમવારે શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, શ્રીમતી સુરજબા રત્ન સિંહ મહિડા કન્યા વિનય મંદિર અને નવદુર્ગા હાઇસ્કુલના ૧૧૯૮ જેટલા વિદ્યાર્થીઓને ઉત્તરાયણ દરમિયાન રાખવાની થતી સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે બાળકોને ચાઈનીઝ દોરી ન વાપરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડિઝાસ્ટર મામલતદાર એ શાળાઓની મુલાકાત લઈ જરૂરી જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here