નર્મદા જિલ્લામાં તમામ સરકારી યોજનાઓમાં વહીવટી તંત્રના સો ટકા સિદ્ધિના દાવાઓ પોકળ..!!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

20 વર્ષ પહેલા વીજળીનો ભારે કરંટ લાગતા અપંગ અને અસહ્યાય બનેલો આદિવાસી ગ્રામજનોની દયાભાવના ઉપર જીવિત

નાંદોદ તાલુકાના રાજપરા ગામ ખાતે એક ગરીબ આદિવાસી પાસે આધારકાર્ડ ,ચૂંટણીકાર્ડ સહિત રેશનકાર્ડ પણ નહી!!!!!!

ખેતર મા મજુરી કામ કરતા વિજ કરંટ લાગતા ગરીબ આદિવાસી ના એક હાથ કાપવો પડ્યો બીજો હાથ તેમજ બંને પગ વીજળીના ભારે કરંટ થી બળી જતા દયનીય હાલતમાં જીવન ગુજારતો આદિવાસી શું વહીવટી તંત્રની જાણ બહાર છે ???

છેવાડા ના માનવી સુધી સહાય અને છેવાળાના માનવી નો વિકાસ ના દાવા નર્મદા જિલ્લામાં પોકળ સાબિત થઈ રહ્યા છે ???

નર્મદા જિલ્લો આદિવાસી બહુમતી ધરાવતા આ જિલ્લાને કેન્દ્રની સરકારે એસપીરેસનલ જિલ્લા તરીકે જાહેર કર્યો છે , ત્યારે આ જિલ્લામાં છેવાડાના માનવી સુધી કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર ની વિવિધ લાભદાયી યોજનાઓ તેમજ સરકારી સહાયો પહોંચાડવા સરકાર અનેક પ્રયાસો કરી રહી છે તેમજ તમામ સ્તરે સહાયો અને વિકાસ પહોંચ્યા હોય એવા દાવા પણ કરવામાં આવી રહયા છે ત્યારે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપરા ગામ ખાતે છેલ્લા 20 વર્ષથી એક ગરીબ અને અસહ્યાય આદિવાસી ખૂબ જ દયનીય અને કથળતી હાલતમાં સરકારની કોઈપણ પ્રકારની સહાય કે યોજના નો લાભ મેળવ્યા વિના ગ્રામજનોના આશરે પોતાનો જીવન ખૂબ જ કપરી પરિસ્થિતિમાં વ્યક્તિત કરી રહ્યો છે. આ ગરીબ આદિવાસી પાસે રાશનકાર્ડ નથી !!!તેની પાસે ચૂંટણીકાર્ડ પણ નથી !!!! તેની પાસે આધાર કાર્ડ સુધ્ધાં પણ નથી!!!!છે ને ખૂબ જ આશ્ચર્યચકિત થયી જવાય એવું.

હા આ ઘટના સંપુર્ણપણે સાચી છે અને આ આદિવાસી નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપરા ગામ ખાતે વસવાટ કરી રહ્યો છે, અને આ ગરીબ આદિવાસી નું નામ છે રમેશભાઈ મણીલાલ વસાવા ઉમર વર્ષ 60 દયનીય અને દરિદ્રતા ની હાલતમાં છેલ્લા 20 વર્ષોથી સરકારી સહાય ની રાહ જોઈ રહ્યો છે !!!આજ સુધી કોઈપણ જાતની સરકારી સહાય ઉપલબ્ધ થઈ નથી આ ગરીબ લાચાર અને અસહાય આદિવાસી ની વાત કરી તો લગભગ 20 25 વર્ષ પહેલા પોતે ખેત મજૂરી કામ કરતો હોય ને મજૂરી કામ અર્થે ખેતરમાં જતા તેને વીજળીનો ભારે કરંટ લાગ્યો હતો વીજળીનો ભારે કરંટ લાગતા તેને રાજપરા થી રાજપીપળા ના સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજપરા ના સામાજિક કાર્યકર નીયોરીયા રાજેન્દ્રસિંહ ગણપતસિંહ વડોદરા ના સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યાં તેણે ત્રણ ત્રણ ચાર ચાર મહિના સુધી સારવાર મેળવી હતી આ ગરીબ આદિવાસી ને વીજળીનો કરંટ એટલો ભારે લાગ્યો હતો કે તેનો એક હાથ કાપવામાં આવ્યો હતો જ્યારે બીજો હાથ વીજળીના ભારે કરન્ટે બળી જતા આ આદિવાસી હાથથી પણ અપંગ થયો હતો તેમ જ આ ગરીબ આદિવાસીના બંને પગ પણ વીજળીના ભારે કરંટ થી બળી જતા તેના બંને પગો પણ નિષ્ક્રિય થયા હતા. દવાખાનામાં મહિના ઓની સારવાર મેળવી આ ગરીબ આદિવાસી પોતાના ઘરે પરત ફર્યો હતો અને ત્યારથી દયનીય હાલતમાં પોતાનું જીવન ગુજારી રહ્યો છે ખેત મજુરી કરી પોતાનું જીવન નિર્વાહ કરતો આ ગરીબ આદિવાસી ને બે દીકરીઓ હોય તેમના લગ્ન થઈ ગયા છે અને બે દીકરા હોય એક દીકરો મજૂરી કામ અર્થે કાઠીયાવાડ તરફે ચાલી નીકળ્યો છે ત્યારે આ ગરીબ આદિવાસી પોતાના સગીર વયના 16 વર્ષના બાળક સાથે જીવન જીવી રહ્યો છે , ગ્રામજનોના આશ્રય ઉપર પોતાનું જીવન અને પોતાના સગીર બાળકનું જીવન વ્યતીત કરી રહ્યો છે, રાજપરાના સામાજિક કાર્યકર રાજેન્દ્રસિંહ નીહોરિયાના જણાવ્યા મુજબ ગામના લોકો તેને ત્યાં દયાભાવથી બે ટંકનું ખાવાનું પહોંચાડી દેતા હોય છે અને તેને થોડી ઘણી આર્થિક મદદ પણ કરી દેતા હોય છે પરંતુ આજ દિન સુધી આ આદિવાસીને સરકારશ્રી તરફથી કોઈપણ જાતની આર્થિક કે સામાજિક સહાય મળી નથી ખૂબ જ આશ્ચર્ય ની વાત છે કે આ ગરીબ આદિવાસી પાસે દેશમાં જ્યારે 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે ત્યારે એ અનાજ મેળવવા માટે રેશનકાર્ડ શુષ્ધા પણ નથી !! દેશમાં વસવાટ કરતા દરેક નાગરિકને પોતાના પસંદગીના વિધાનસભા અને લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોને મત આપવાનો અધિકાર છે દેશના બંધારને મત આપવાનો અમૂલ્ય હક આપેલ છે પરંતુ આ ગરીબ અને લાચાર આદિવાસી પાસે ચૂંટણી કાર્ડ સુદ્ધા પણ નથી જેથી મતદાન પણ કરી શકતો નથી!!!
હાલ દેશમાં તમામ સ્તરે આધાર કાર્ડ ને એક શિરોમાન્ય આઈડેન્ટિટી તરીકે સ્વીકારવામાં આવી રહ્યું છે ત્યારે આ આદિવાસી પાસે આધાર કાર્ડ સુધા પણ નથી!!!!

ગ્રામ્ય કક્ષાએ વસવાટ કરતો આ આદિવાસી પોતાની પંચાયત ત્યાંના સરપંચ અને તલાટી પાસે મદદની અપેક્ષા રાખે છે પરંતુ તેને કોઈપણ પ્રકારની મદદ સરકારી તંત્ર તરફથી આ જ સુધી મળી નથી!!!! ગ્રામજનોની દયાભાવના ઉપર જીવતો આ ગરીબ અને લાચાર આદિવાસી પોતાને સરકારી સહાય મળે તેની કાગડોળે રાહ જોઈને બેઠો છે લોકોની દયાભાવના ઉપર આ આદિવાસી ક્યાં સુધી જીવશે છેવાડાના માનવી સુધી વિકાસ અને સહાયના દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે શું આ અસહાય અને લાચાર આદિવાસી સુધી નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પહોંચી તેને કોઈ સરકારી સહાય આપશે ખરું???

આ મામલે નર્મદા જિલ્લા જિલ્લા કલેકટર સહિત જિલ્લા વિકાસ અધિકારી તેમજ વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ ખૂબ જ ગંભીરતાથી લઈ આ આદિવાસી સુધી યોગ્ય સહાય અને યોગ્ય મદદ પહોંચાડે એ આજના સમયને તાંતી માંગ છે.

નર્મદા જિલ્લામાં નોંધારાના આધાર પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા ???

આવા આ સહાય લોકો સુધી સહાય કેમ ન પહોંચી???

નર્મદા જિલ્લા ના તત્કાલીન કલેકટર કલેકટર શાહ ના સેવાકાળ દરમિયાન નર્મદા જિલ્લામાં ગરીબ આ સહાય અને લાચાર લોકો માટે નોંધારાનો આધાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પાછળ લોક ચર્ચા મુજબ કરોડો રૂપિયા નર્મદા જિલ્લામાં ખર્ચાયા ત્યારે નર્મદા જિલ્લાના જ એક ગામડામાં વસવાટ કરતો આ ગરીબ લાચાર અસહાય આદિવાસી નોંધારાનો આધાર યોજના નો લાભ મેળવી કેમ ન શક્યો એ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે શું સરકારી યોજનાઓ માત્ર અને માત્ર અધિકારીઓની વાહ ભાઈ આને રાજ્ય સરકાર તેમની કામગીરીની નોંધ લે એ માટે જ અમલી બનાવવામાં આવે છે??
આ યોજનામાં સરકારી ખર્ચે ગરીબ લોકોને ઘરે-ઘરે ફરીને બે ટન ખાવાનો પૂરું પાડવામાં આવતું હતું તેમ જ તેમને ઘરવખરીના સામાનોની કીટ સહિત અન્ય સહાયો પણ આપવામાં આવતી હતી.

નર્મદા જિલ્લામાં તત્કાલીન કલેકટર શાહ ના સેવ કાળ દરમિયાન અમલી બનાવવામાં આવેલ નોંધારાનો આધાર પ્રોજેક્ટની રાજ્ય સરકારે નોંધ લીધી હતી, અને આ યોજનાને સમગ્ર રાજ્યમાં પાવર પ્રેઝન્ટેશન થકી રજૂ પણ કરવામાં આવી હતી જો આ યોજના આટલી સારી હતી તો નર્મદા જિલ્લામાં જ જેનો કોઈ આધાર નહોતો એવો એક ગરીબ અને લાચાર આદિવાસી કે જેની પાસે રાશનકાર્ડ નથી!! કે નથી તેની પાસે આધાર કાર્ડ !!!કે નથી તેની પાસે ચૂંટણી કાર્ડ !!! તો આવો ગરીબ અને લાચાર અપંગ આદિવાસી યોજનાઓના લાભોથી વંચિત કેમ રહ્યો? આ પ્રશ્ન આંખે ઉડીને વળગે તેઓ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here