નર્મદા જિલ્લામાં આજે વધુ નવો કોઇ પોઝિટીવ કેસ નોંધાયો નથી…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લામાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ ૨ કેસના દર્દીઓ સારવાર હેઠળ છે

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ ૩૨ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા સેમ્પલીંગની કામગીરી ખુબજ ધીમી

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૬૫,૧૦૧ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૬૮ જેટલા જરૂરિયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૨ મી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૨૫ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી. જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧૫ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા કુલ-૧૩ દર્દીઓને રજા અપાઇ છે. આમ,આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ કુલ-૨ કેસના દર્દીઓ રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ગઇકાલના ચકાસણી માટે મોકલાયેલ ૩૨ સેમ્પલના રીપોર્ટ આજે નેગેટીવ આવ્યાં છે. તા.૧૯/૫/૨૦૨૦ ના રોજ મોકલાયેલ એક સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ છે, જ્યારે આજે ૧૪ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા. ૨૨ થી મે, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૬૫,૧૦૧ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૨૭ દર્દીઓ, તાવના ૨૯ દર્દીઓ અને ડાયેરીયાના ૧૨ દર્દીઓ સહિત કુલ -૧૬૮ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો ૧૦૩૭૨૧ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૬૨૯૩૩૭ લોકોને વિતરણ કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here